નવી દિલ્હી1 દિવસ પેહલા
કૉપી લિંક
લંડનથી દિલ્હી આવી રહેલી વિસ્તારા એરલાઈન્સની ફ્લાઈટ UK 18માં બોમ્બ એલર્ટના સમાચાર મળતાં મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. જોકે આ સમાચાર ખોટા હોવાનું બહાર આવતાં શોધખોળ હાથ ધરવામાં આવી ત્યાં સુધી મુસાફરોમાં ગમગીની છવાઈ ગઈ હતી. મુસાફરે કહ્યું- આખી યાત્રા ડરના માર્યા પસાર થઈ.
બુધવારે ફ્લાઈટ દિલ્હી પહોંચે એના 3.30 કલાક પહેલાં બોમ્બની માહિતી મળી હતી. કોઈએ ટિસ્યૂપેપર પર લખીને ટોઈલેટમાં ચોંટાડી દીધું કે ફ્લાઈટમાં બોમ્બ છે. ફ્લાઈટ દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થયા બાદ આખી ફ્લાઈટ અને પેસેન્જર્સની તપાસ કરવામાં આવી હતી.
ક્રૂ-મેમ્બરે ટિસ્યૂ પેપર કાઢ્યા અને પછી દરેક પેસેન્જરના સામાનની તપાસ કરવામાં આવી. જોકે એમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી. આ ફ્લાઈટમાં 300 મુસાફર અને ક્રૂ-મેમ્બર સવાર હતા.
ફ્લાઈટ દિલ્હી એરપોર્ટ પર ઊતર્યા બાદ તમામ મુસાફરોના સામાનની તલાશી લેવામાં આવી હતી.
ફ્લાઇટ એરપોર્ટ પર ઊતર્યા બાદ લોકોને બહાર જવા દેવામાં આવ્યા નહોતા. લોકો એરસ્ટ્રિપ પર રાહ જોઈ રહ્યા છે.
ક્રૂ-મેમ્બરે દરેક પેસેન્જરનો સામાન ચેક કર્યો, પરંતુ કંઈ મળ્યું નહીં
રાજીવ ગૌતમે એક મુસાફર ભાસ્કરને કહ્યું, ‘બોમ્બના સમાચાર પછી આખો રસ્તો ડરીને પસાર થયો. ફ્લાઇટ સવારે 11.20 વાગ્યે સમયસર દિલ્હી પહોંચી હતી, પરંતુ એ એક ખૂણામાં પાર્ક કરવામાં આવી હતી. આ પછી સુરક્ષાકર્મીઓએ આખી ફ્લાઈટને ઘેરી લીધી.’તેમણે કહ્યું, ‘બાદમાં એક પછી એક તમામ મુસાફરોને ઉતારવામાં આવ્યા. પહેલા બિઝનેસ ક્લાસના પેસેન્જરો નીચે ઊતર્યા, પછી પ્રીમિયમ ઈકોનોમી અને છેલ્લે ઈકોનોમી પેસેન્જર્સ. દરેકના હાથનો સામાન ચેક કરવા માટે સ્કેનિંગ વાન બોલાવવામાં આવી હતી. તમામ સામાનની તપાસ કર્યા બાદ મુસાફરોને ડિપાર્ચર ગેટ પાસેના ગેટ નંબર 4 પર બેસાડવામાં આવ્યા હતા. અહીં એરલાઇન દ્વારા તમામ મુસાફરોને નાસ્તો અને પાણી આપવામાં આવ્યું હતું. જ્યાં સુધી આખી તપાસ થઈ ન જાય ત્યાં સુધી કોઈ પેસેન્જર કે કનેક્ટિંગ ફ્લાઈટ્સ પરના લોકોને પણ બહાર જવાની મંજૂરી આપવામાં આવી ન હતી.
દિલ્હી એરપોર્ટ પર પ્લેન લેન્ડ થયા પછીની તસવીર.
ફ્લાઇટની બહાર કેબિન લગેજનું સ્કેનિંગ
મુસાફરોના કેબિન લગેજને પણ ફ્લાઈટમાંથી હટાવીને ચેક કરવામાં આવ્યા હતા. મુસાફરોને કહેવામાં આવ્યું હતું કે તમામ સામાનની તપાસ કર્યા પછી મુસાફરોને ફ્લાઈટમાં પાછા લઈ જવામાં આવશે અને તેમના સામાનની ઓળખ કરવામાં આવશે. આ પછી તેમને ફરીથી ટર્મિનલની અંદર લઈ જવામાં આવશે.સુરક્ષા ટીમે ક્રૂ-મેમ્બર અને પાઈલટ અને કો-પાઈલટની પણ પૂછપરછ કરી હતી. તેમને પૂછવામાં આવ્યું કે જ્યારે તમને લેન્ડિંગના 3.30 કલાક પહેલાં બોમ્બ હોવાની માહિતી મળી હતી તો પછી તમે આટલો લાંબો પ્રવાસ કરીને દિલ્હી પહોંચવા માટે શા માટે રાહ જોઈ? ફ્લાઇટને નજીકના દેશ અથવા શહેરમાં લેન્ડ કરીને ચેક કરી શકાય છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે ક્રૂ-મેમ્બર-પાઈલટે સ્પષ્ટતા કરી કે જો ફ્લાઈટને રસ્તામાં લેન્ડ કરવામાં આવી હોત તો માહિતી લખનાર વ્યક્તિ તેના પર હાઈજેક કરવા અથવા કોઈપણ પ્રકારની માગણીઓ પૂર્ણ કરવા માટે દબાણ કરી શકે છે, આથી અમે ફ્લાઇટને બીજે ક્યાંક ઉતારવાને બદલે સીધા દિલ્હી પહોંચી ગયા.
3 કલાક સુધી તપાસ અને પૂછપરછ ચાલુ રહી લગભગ 11.20 વાગ્યે ફ્લાઈટ લેન્ડ થયા બાદ તપાસ અને પૂછપરછ ચાલી રહી હતી. તમામ મુસાફરોને બપોરે 2.30 વાગ્યા સુધી ત્યાં જ બેસાડવામાં આવ્યા હતા. કનેક્ટિંગ ફ્લાઇટ્સ પર મુસાફરી કરનારાઓ માટે શું વ્યવસ્થા કરવામાં આવશે એ અંગે કોઈને જાણ કરવામાં આવી ન હતી.