ગુજરાત, અમદાવાદ ૨૧ મે ૨૦૨૫: ભારતમાં 10માંથી 1 પુખ્તને થઇરોઇડ ડિસઓર્ડર હોય છે અને 11 પુખ્તોમાંથી 1ને ડાયાબિટીઝ હોય છે.[1] પરંતુ ઘમા લોકો એ જાણતા હોતા નથી કે આ બે સ્થિતિઓ કેવી રીતે સંકળાયેલી છે. હકીકતમાં આશરે 4મંથી 1 વ્યક્તિ ટાઇપ 2 ડાયાબિટીઝ ધરાવતો હોય છે તેને હાયપોથાઇરોડિઝમ,[2] પણ હોય છે આ એવી સ્થિતિ છે જેમાં થાઇરોઇડ ગ્રંથી નિષ્ક્રિય હોય છે. આ ઓવરલેપ સંયોગિક નથી, પરંતુ બન્ને સ્થિતિઓ શરીર કેવી રીતે ઉર્જાનો ઉયોગ કરે છે તેની પર માઠી અસર કરે છે.[3]
થાઇરોઇડ અને ડાયાબિટીઝ વચ્ચેની કડીને સમજતા
થાઇરોઇડ એ પતંગીયાના આકારની ગ્રંથી છે જે ગળાના પાયાના ભાગમાં, અલબત્ત આદમના એપલની તદ્દન નીચે હોય છે. તે શરીરના ચયાપચયને નિયંત્રિત કરે છે, જે શરીર ઊર્જાનો ઉપયોગ અને સંગ્રહ કેવી રીતે કરે છે તેના પર અસર કરે છે. થાઇરોઇડ હોર્મોન્સ અને ઇન્સ્યુલિન શરીરના ઊર્જા સંચાલકો જેવા છે. થાઇરોઇડ હોર્મોન્સ તમારા શરીરને કેટલી ઝડપથી ઊર્જાનો ઉપયોગ થાય છે તે નિયંત્રિત કરવામાં મદદ કરે છે, જ્યારે ઇન્સ્યુલિન તમારા બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. સાથે મળીને, તેઓ તમારા ચયાપચયને સરળતાથી ચાલુ રાખવામાં મોટી ભૂમિકા ભજવે છે. તેથી, જ્યારે થાઇરોઇડ કાર્ય ખોરવાય છે, ત્યારે તે બ્લડ સુગરના નિયંત્રણને અસર કરી શકે છે અથવા તો ન પણ કરે.[4]
એબોટ્ટ ઇન્ડિયાના મેડીકલ અફેર્સના ડૉ. રોહિત શેટ્ટીએ જણાવ્યુ હતુ કે, “ડાયાબિટીસથી પીડાતા લોકો સામાન્ય રીતે તેમના બ્લડ સુગર લેવલથી વાકેફ હોય છે અને વધઘટનું કેવી રીતે વ્યવસ્થાપન કરવુ તે જાણે છે. પરંતુ તે બ્લડ સુગર લેવલને અસર કરી શકતા હોવા છતાં પણ થાઇરોઇડ ડિસઓર્ડરના ઘણા લક્ષણો ધ્યાન બહાર રહી શકે છે.[5]થાઇરોઇડનું સ્વાસ્થ્ય અને બ્લડ સુગર લેવલ તમારા વિચારો કરતાં વધુ જોડાયેલા છે. એટલા માટે નિયમિત થાઇરોઇડ ચેક-અપ કરાવવું મહત્વપૂર્ણ છે. યોગ્ય કાળજી સાથે, થાઇરોઇડ ડિસઓર્ડરને અસરકારક રીતે મેનેજ કરી શકાય છે, જેનાથી લોકો સ્વસ્થ અને સક્રિય જીવન જીવી શકે છે.”
અમદાવાદની ઝાયડસ હોસ્પિટલના એન્ડોક્રિનોલોજિસ્ટ ડૉ. ઓમ લાખાણી જણાવે છે કે, “થાઇરોઇડની સ્થિતિ ઘણીવાર અવગણવામાં આવે છે, જેમાં વસ્તીનો મોટો ભાગ જાણીતી ન હોય તેવી સમસ્યાઓ સાથે જીવે છે અને પરિણામે, જરૂરી સંભાળ લેતા નથી. ડાયાબિટીસ ધરાવતા ઘણા લોકોને થાઇરોઇડની સમસ્યાઓ નોંધપાત્ર લક્ષણો વિના પણ હોઈ શકે છે, જે થાક, યાદશક્તિમાં ઘટાડો, ઊંઘમાં તકલીફ અને વધુ પડતું વજન વધવાથી લઈને કબજિયાત, શુષ્ક ત્વચા, ઠંડીમાં અસહિષ્ણુતા, સ્નાયુઓમાં ખેંચાણ અને પોપચાં ફૂલવા સુધીની હોઈ શકે છે.[6]એક અંડરએક્ટિવ થાઇરોઇડ ઊર્જા સ્તર, વજન, મૂડ અને હૃદયના ધબકારામાં પણ વધઘટનું કારણ બની શકે છે, કારણ કે ગ્રંથી આ કાર્યોને નિયંત્રિત કરવામાં અને શરીરના સ્વસ્થ વિકાસને ટેકો આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ જ કારણ છે કે ખાસ કરીને ટાઇપ 2 ડાયાબિટીસ ધરાવતા લોકો માટે થાઇરોઇડ કાર્ય માટે નિયમિત તપાસ મહત્વપૂર્ણ છે.”
સંશોધન દર્શાવે છે કે ડાયાબિટીસ થાઇરોઇડ ડિસઓર્ડર્સ સાથે કિડનીની સમસ્યાઓ, હૃદયની નબળી કામગીરી અને રક્ત પરિભ્રમણની સમસ્યાઓનું જોખમ વધારી શકે છે.[7],[8]આ ડાયાબિટીક રેટિનોપેથી (જ્યારે બ્લડ સુગરનું સ્તર રેટિનામાં રક્ત વાહિનીઓને નુકસાન પહોંચાડે છે ત્યારે થાય છે), ચેતાને નુકસાન અને હૃદય રોગ જેવી ગૂંચવણો તરફ દોરી શકે છે.[9]
થાઇરોઇડ ડિસઓર્ડરના પ્રકારો જે બ્લડ સુગરને નિયંત્રિત કરવા પર પ્રભાવ પાડી શકે છે:[10][11][12]
હાઇપોથાઇરોડિઝમ (અન્ડરએક્ટિવ થાઇરોઇડ)
હાયપોથાઇરોડિઝમ શરીર ઇન્સ્યુલિનની જે રીતે પ્રક્રિયા થાય છે તેને ધીમી કરે છે. આનો અર્થ એ છે કે ઇન્સ્યુલિન બ્લડના પ્રવાહમાં લાંબા સમય સુધી રહે છે, જે બ્લડ સુગરમાં અણધારી ઘટાડો લાવી શકે છે. તે ચયાપચયને ધીમું કરે છે, જેના કારણે વજન વધે છે અને ઇન્સ્યુલિન પ્રતિકાર વધે છે. આનાથી બ્લડ સુગરને નિયંત્રણમાં રાખવું મુશ્કેલ બની શકે છે. ડાયાબિટીસ ધરાવતા લોકોમાં, થાઇરોઇડ ડિસઓર્ડરનો સૌથી સામાન્ય પ્રકાર સબક્લિનિકલ હાઇપોથાઇરોડિઝમ છે, એક એવી સ્થિતિ જેમાં તમારી થાઇરોઇડ ગ્રંથી સામાન્ય રીતે કાર્ય કરતી નથી, પરંતુ કોઈ દૃશ્યમાન લક્ષણો દેખાતા નથી. રોગપ્રતિકારક શક્તિ કેવી રીતે કાર્ય કરે છે તેમાં ફેરફારને કારણે ટાઇપ 2 ડાયાબિટીસ હાઇપોથાઇરોડિઝમ થવાનું જોખમ પણ વધારી શકે છે.
હાયપરથાઇરોડિઝમ (ઓવરએક્ટિવ થાઇરોઇડ)
હાયપરથાઇરોડિઝમ ચયાપચયને ઝડપી બનાવે છે. આનાથી શરીર ખોરાકમાંથી ગ્લુકોઝ વધુ ઝડપથી શોષી લે છે. જો કે, કોષો ઇન્સ્યુલિન પ્રત્યે ઓછા પ્રતિભાવશીલ બને છે, જેના કારણે બ્લડ સુગરનું સ્તર વધે છે (હાયપરગ્લાયકેમિઆ). આ ડાયાબિટીસ ધરાવતા લોકો માટે સ્થિર ગ્લુકોઝ સ્તર જાળવવાનું પડકારજનક બનાવે છે.
હાયપોથાઇરોડિઝમ અને હાઇપરથાઇરોડિઝમ બંને બ્લડ સુગરના સ્તરને અસર કરે છે, જેના માટે નિયમિત દેખરેખ અને સંચાલનની જરૂર પડે છે.
બેવડા નિદાનનું વ્યવસ્થાપન
થાઇરોઇડ ડિસફંક્શન પર ધ્યાન કેન્દ્રિત કરવાથી ડાયાબિટીસ નિયંત્રણમાં મદદ મળી શકે છે. સ્વસ્થ આહાર, નિયમિત કસરત અને તમારા ડૉક્ટરની સલાહ મુજબ સમયસર દવા લેવાથી થાઇરોઇડ અને બ્લડ સુગર બંનેના સ્તરને નિયંત્રણમાં રાખવામાં મદદ મળી શકે છે. તમારા ડૉક્ટરની સલાહ મુજબ થાઇરોઇડ કાર્ય માટે નિયમિત તપાસ અને બ્લડ સુગર પરીક્ષણ કરવાથી ખાતરી થઈ શકે છે કે કોઈપણ ફેરફારોનું વહેલા નિદાન થાય છે.
સક્રિય રહીને, સારું ખાવાથી અને પૂરતી ઊંઘ લઈને તમારી સંભાળ રાખવાથી ખરેખર મદદ મળી શકે છે. જો તમને થાઇરોઇડ ડિસઓર્ડર્સ અને ડાયાબિટીસ બંને છે, તો તમારે તમારા સ્વાસ્થ્ય પર વધારાનું ધ્યાન આપવાની જરૂર પડી શકે છે, આમ કરવાથી તમને સારું લાગે છે અને તમારી મનપસંદ પ્રવૃત્તિઓનો આનંદ માણવા માટે તમને વધુ ઊર્જા મળી શકે છે.