ગુજરાત, અમદાવાદ ૦૮ એપ્રિલ ૨૦૨૫: પીએનબી મેટલાઈફ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડે પીએબી મેટલાઈફે પોતાના યુનિટ-લિન્કડ ઈન્સ્યોરન્સ પ્લાન્સ (યુલિપ્સ) ભેટ હેઠળ પીએનબી મેટલાઈફ પૅન્શન પ્રીમિયર મલ્ટિકૅપ ફંડ લૉન્ચ કર્યું હતું. સક્રિયપણે સંચાલિત આ ફંડ ગ્રાહકોને નિવૃત્તિ માટેની સુરક્ષિત બચતનું નિર્માણ કરવામાં ગ્રાહકોની મદદ કરવા માટે ડિઝાઈન કરાયું છે. પોલિસીબાઝારના સહયોગમાં લૉન્ચ કરાયેલો આ ફંડ પહેલી એપ્રિલથી પંદરમી એપ્રિલ, 2025 વચ્ચે સબસ્ક્રિપ્શન માટે ₹10ની પ્રારંભિક નેટ એસેટ વૅલ્યુ (NAV) પર ઉપલબ્ધ થશે અને એ પછી વર્તમાન બજાર મૂલ્ય પ્રમાણે ઉપલબ્ધ રહેશે.
પૅન્શન પ્રીમિયર મલ્ટિ-કૅપ ફંડ પીએનબી મેટલાઈફ સ્માર્ટ ઈન્વેસ્ટ પૅન્શન પ્લાન (UIN – 117L137V02) સાથે ઉપલબ્ધ થશે. આ પ્લાન ગ્રાહકોને નિવૃત્તિ પછીના કાળ માટે સદ્ધર ભંડોળનું સર્જન કરવામાં મદદ કરવાની સાથે સુરક્ષા તરીકે જીવન વીમા કવરેજ પણ ઑફર કરશે, જેનાથી કોઈ અણધારી ઘટનાની પરિસ્થિતિમાં પરિવારના આર્થિક સુરક્ષાની ખાતરી રહે છે.
પીએનબી મેટલાઈફ પ્રીમિયર મલ્ટિકૅપ ફંડની ચાવીરૂપ વિશિષ્ટતાઓઃ
- સંપત્તિ સર્જન તથા નિવૃત્તિના આયોજનના દરેકની જરૂરિયાત પ્રમાણેના આર્થિક ઉકેલો આપવા માટે પીએનબી મેટલાઈફની પુરવાર થયેલી મલ્ટિકૅપ સ્ટ્રટેજીનો લાભ મળે છે.
- ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયોમાં રોકાણ કરે છે.
- શિસ્તબદ્ધ રોકાણ વ્યૂહરચનાના માધ્યમથી S&P BSE 500 ઈન્ડેક્સ કરતાં સારો દેખાવ કરવાનો ધ્યેય રાખે છે.
પીએનબી મેટલાઈફના ચિફ ઈન્વેસ્ટમેન્ટ ઑફિસર, સંજય કુમાર જણાવે છેઃ “નિવૃત્તિનું આયોજન એટલે માત્ર નાણાં બચાવવા એવું નથી- એનો અર્થ એવી સ્માર્ટ રોકાણ પસંદગીઓ કરવાનો છે, જે લાંબા-ગાળાની આર્થિક સ્વતંત્રતાની ખાતરી આપે છે. પીએનબી મેટલાઈફ પૅન્શન પ્રીમિયર મલ્ટિકૅપ સાથે અમે અમારી પુરવાર થયેલી મલ્ટિ-કૅપ રોકાણ વ્યૂહરચના યુલિપ પૅન્શન ક્ષેત્ર સુધી વિસ્તારીએ છીએ તથા ગ્રાહકોને ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયોના માધ્યમથી સંપત્તિ સર્જન કરવાની સુદૃઢ તક આપીએ છીએ. પોલિસીબાઝાર સાથેની અમારી ભાગીદારી અમારી ડિજિટલ પહોંચને વધુ વ્યાપક બનાવે છે, જે નિવૃત્તિ આયોજનને આસાન અને વધુ સમાવેશક બનાવે છે.”
પોલિસીબાઝાર.કૉમના ચિફ બિઝનેસ ઑફિસર, લાઈફ ઈન્સ્યોરન્સ, વિવેક જૈને જણાવ્યું હતું કે, “ભારતમાં નિવૃત્તિ આયોજનનો અર્થ પારંપારિક રીતે વ્યક્તિગત બચત અથવા પારિવારિક ટેકા પર આધાર રાખવો એવો થાય છે. જો કે, વધુ માળખાકીય આર્થિક ઉકેલોની વધતી જરૂરિયાતો સાથે આ બાબત હવે બદલાઈ રહી છે. આ સ્થળાંતરની નોંધ લેતા, પોલિસીબાઝારે પીએનબી મેટલાઈફ સાથે ભાગીદારી કરી છે, જેથી સ્માર્ટ અને ફ્લૅક્સિબલ પૅન્શન પ્લાન સાથે નવું પૅન્શન ફંડનું સંયોજન કરે છે, આ પ્લાન સંપત્તિ સર્જન માટે તથા પોર્ટફોલિયો સ્થિરતા માટે બનાવવામાં આવ્યું છે. લોકોને સુરક્ષિત ભવિષ્યવનું નિર્માણ કરવા તથા ભારતના વિકસતા અર્થતંત્રનો મહત્તમ લાભ લેવાની દિશામાં આ વિચારશીલ પગલું ભરતાં અમને ગર્વ થાય છે.”
માર્ચ 2018માં લૉન્ચથી, પીએનબી મેટલાઈફ પ્રીમિયર મલ્ટિકૅપ ફંડે 15.9%ના કમ્પાઉન્ડેડ ઍન્યુઅલ ગ્રૉથ રેટ (સીએજીઆર) આપ્યો છે, તથા S&P BSE 500 ઈન્ડેક્સને 3.8 પર્સન્ટેઝ પૉઈન્ટથી પાછળ મૂક્યું છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન, ફંડે 20.0%નું વાર્ષિક વળતર પૂરૂં પાડ્યું છે, જે બજારની સરેરાશથી ઉપર છે, આ બધું સંતુલિત જોખમ પ્રોફાઈલ જાળવી રાખતા હાંસલ કર્યું છે. આ મજબૂત કામગીરી જોતાં, પીએનબી મેટલાઈફ હવે પોતાની યુનિટ લિન્ક્ડ ઈન્સ્યોરન્સ પ્લાન પૅન્શન ભેટના ભાગ રૂપે રજૂ કરી રહ્યું છે.