Truth of Bharat
ગુજરાતમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

જ્ઞાનેન્દ્ર ત્રિપાઠી અને પ્રિયંવદા કાંત બડા નામ કેરેંગેના કલાકારો સાથે જોડાય છે

ગુજરાત, અમદાવાદ 29 જાન્યુઆરી 2025: રાજશ્રી પ્રોડકશન્સ બડા નામ કરેંગે સાથે તેનું ડિજિટલ પદાર્પણ કરવા માટે સુસજ્જ છે, જે પ્રેમ, હાસ્ય અને પરિવારની હૃદયસ્પર્શી વાર્તા છે. પલાશ વાસવાની દિગ્દર્શિત આ સિરીઝમાં પ્રતિભાશાળી કલાકારોમાં રિતિક ઘનસાની ઋષભ તરીકે, આયેશા કડુસકર સુરભિ તરીકે છે. ઉજ્જૈન અને રતલામની પાર્શ્વભૂમાં સ્થાપિત તે સ્વખોજ, સંબંધો અને પરિવારના રોચક જોડાણની થીમમાં ડોકિયું કરે છે. વાર્તા સુરભિ કરતાં છ વર્ષ મોટો શેખર ગુપ્તા (જ્ઞાનેન્દ્ર ત્રિપાઠી) વચ્ચે ગતિશીલતાઓની ગૂંચમાં લઈ જાય છે. તે સુરભિની વધુ પડતી કાળજી લે છે. અમુક વાર તેની આઝાદી પર અંકુશ મૂકે છે. દરમિયાન પાખી ગુપ્તા (પ્રિયંવદા કાંત) ઘરેથી કામ કરતી ગર્ભવતી ગ્રાફિક ડિઝાઈનર પરિવારનો આધાર તરીકે બને છે. પડકારોને તે મજબૂતીથી ઝીલે છે અને સુરભિને સૌથી વધુ જરૂર હોય ત્યારે તેની પડખે હોય છે.

બડા નામ કરેંગે ભાવના, હાસ્ય અને હૃદયસ્પર્શી અવસરોનું સંમિશ્રણ પ્રદાન કરીને દર્શકો સાથે ઉત્તમ જોડાણ સાધવાનું વચન આપે છે. ‘‘હું બડા નામ કરેંગેમાં સુરભિનો મોટો ભાઈ શેખર ગુપ્તાની ભૂમિકા ભજવવા માટે ભારે રોમાંચિત છું,’’ એમ જ્ઞાનેન્દ્ર ત્રિપાઠી કહે છે. “શેખર બહુમુખી પાત્ર છે, જે બહેનની વધુ પડતી કાળજી રાખે છે. મજબૂત અભિપ્રાય ધરાવે છે અને તેનો પ્રવાસ જીવંત કરવાનો અનુભવ અતુલનીય છે. રોમાન્સ અને ફેમિલી ડ્રામાના આ હૃદયસ્પર્શી સંમિશ્રણ પર રાજશ્રી પ્રોડકશન્સ સાથે જોડાણ સપનું સાકાર થવા જેવું છે. સૂરજ આર. બરજાત્યા અને પલાશ વાસવાનીએ એવી વાર્તા ઘડી છે જે હૃદયસ્પર્શી હોવા સાથે દર્શકો તેને પોતાની સાથે જોડશે અને તેથી જ હૃદયોને સ્પર્શવાનું વચન આપતી આ સિરીઝનો હિસ્સો બનવાનું સન્માનજનક લાગે છે.” 

તેના પાત્ર પર બોલતાં પ્રિયંવદા કાંત કહે છે, “પાખી ગુપ્તા પરિવારનો આધાર છે અને આ મજબૂત અને સ્થિતિસ્થાપક પાત્રને જીવંત બનાવવાનું સન્માનજનક લાગે છે. તેનો મજબૂત ટેકો અને કટિબદ્ધતા તેને ખરા અર્થમાં વિશેષ બનાવે છે અને હું બડા નામ કરેંગેમાં તેનો પ્રવાસ દર્શાવવા માટે રોમાંચિત છું. પ્રતિભાશાળી કલાકારો સાથે કામ અને રાજશ્રી પ્રોડકશન્સ સાથે જોડાણ અતુલનીય અનુભવ રહ્યો છે. ટીમની સમર્પિતતા અને ધ્યેય પ્રેરણાત્મક છે અને હું વાર્તાનો હિસ્સો બનવા રોમાંચિત છું. વાર્તા દર્શકો સાથે ઊંડાણથી સુમેળ સાધશે એવો મને વિશ્વાસ છે. હું બડા નામ કરેંગે બધા અનુભવે તે જોવા ઉત્સુક છું.’’

પલાશ વાસવાની દિગ્દર્શિત બડા નામ કરેંગે પ્રેમની ઉજવણી છે, જે અપેક્ષાઓને પડકારે છે અને પરિવાર હોવાનો અર્થ સમજાવે છે. અસલ પ્રેમ વિધિઓમાં જ નહીં પરંતુ બે મન વચ્ચે ઊંડા જોડાણમાં મળી આવે છે તે આ સુંદર યાદગીરી અપાવે છે. શું ઋષભ અને સુરભિ તેમના મનનું કરશે? તેમનો પ્રવાસ તમારું મન જીતી લેશે અને પ્રેમ અને પરિવારની શક્તિની તમને યાદ અપાવશે. રાજશ્રી પ્રોડકશન્સ દ્વારા નિર્મિત આ સિરીઝમાં રિતિક ઘનસાની, આયેશા કુડુસકર, સાધિકા સયાલ, કંવલજિત સિંહ, અલકા અમીન, રાજેશ જાયસ, ચિત્રાલી લોકેશ, રાજેશ તૈલંગ, અંજના સુખાની, જમીન ખાન, દીપિકા અમીન, જ્ઞાનેન્દ્ર ત્રિપાઠી, પ્રિયંવદા કાંત અને ઓમ દુબે વગેરેનો સમાવેશ થાય છે. 

બડા નામ કરેંગેનો જાદુ ચૂકશો નહીં, આ ફેબ્રુઆરીથી ફક્ત સોની લાઈવ પરથી સ્ટ્રીમ થશે!

 

Related posts

હોંડા મોટરસાઈકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયા દ્વારા ગુજરાતના રાજકોટમાં માર્ગ સુરક્ષા જાગૃતિ ઝુંબેશને પ્રમોટ કરવામાં આવે છે

truthofbharat

સિમ્બાયોસિસ ઇન્ટરનેશનલ (ડીમ્ડ યુનિવર્સિટી) પ્રવેશ પરીક્ષા દ્વારા અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ માટે અરજીઓ આમંત્રિત કરે છે: સેટ 2025 અને એસઆઇટીઇઇઇ 2025

truthofbharat

કન્ફર્મટીકેટ એ અનકન્ફર્મ ટ્રેન ટિકિટ પર ૩ ગણા રિફંડની સાથે ‘ટ્રાવેલ ગેરંટી’ રજૂ કરી, જેનાથી છેલ્લી ઘડીની યાત્રા સરળ થઈ

truthofbharat

Leave a Comment