Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

જે ઘટનામાં સુખ અને દુઃખ ન હોય એને આનંદ કહે છે.

સુખ-દુઃખથી પર ઘટના છે એ આનંદ છે.

આનંદ માત્ર અને માત્ર કોઈની કૃપાનું,કરુણાનું ફળ છે.

જેની બુદ્ધિ ક્યારેય વ્યભિચારિણી નથી થઈ એ અનન્ય છે.

ચમૌલી પાસે ગંગાજીની બે ધારાઓનાં સંગમ સ્થાન નંદ પ્રયાગ ખાતે આશિકાના મોસમ,સ્થાનિક શ્રોતાઓનાંઉત્સાહથી ભર્યો-ભર્યો કથા મંડપ,પાંચમા દિવસની કથા માટે બાપુનું આગમન અને શહેનાઇ પર ગૂંજતાપહાડીનાં સૂર,રામ જન્મોત્સવનીતૈયારીઓથી વધારે નિખરેલા રંગો વચ્ચે આનંદનીમિમાંસા કરતા કહ્યું કે જે ઘટનામાં સુખ અને દુઃખ ન હોય એને આનંદ કહે છે.સુખ-દુઃખથી પર ઘટના છે એ આનંદ છે.

ભારત માતાની જય બોલાવતા ભારતે કરેલી સ્ટ્રાઇક બાબત કહ્યું કે આ પ્રયોગ કોઈ દેશ ઉપર નથી માત્ર આતંકવાદ અને આતંકવાદનાઆકાઓ ઉપર પ્રહાર છે.

કદાચ છાંદોગ્યઉપનિષદમાં કહેલું છે કે આનંદ પ્રાપ્તિ માટે કોઈ સાધન નથી.કારણ કે સાધન સીમિત હોય છે તેથી સાધ્ય પણ સીમિત બની જાય છે.આપણે જીવ છીએ.આનંદ માત્ર અને માત્ર કોઈની કૃપાનું કોઈની કરુણાનું ફળ છે.

ઓશોની બધી જ વાતો સાથે હું સહમત ન પણ હોઉં અને એમાં ઓશોને પણ કોઈ તકલીફ નહીં હોય. ઓશો વિશ્વાસ અને શ્રદ્ધાએ માનતા નથી પણ વિશ્વાસ અંધ નથી.વિશ્વાસે બે આંખો બંધ રાખી છે છતાંય વિશ્વાસની ત્રીજી આંખ ખુલ્લી છે.

મારા માટે મહાદેવ વિશ્વાસ છે અને શ્રદ્ધા મા પાર્વતી છે.

અનન્ય કોણ છે?જેની બુદ્ધિ ક્યારેય વ્યભિચારિણી નથી થઈ એ અનન્ય છે.અહીં વિલાપ અને પ્રલાપ શબ્દો વચ્ચેના અંતરની વિવિધ ઉદાહરણો આપીને સમજૂતી આપી.વાહ-વાહ ઓછી કરીને સ્વાહા કરો એમ કહેતા જણાવ્યું કે ક્યાંય પાણી પીઓ તો પણ ભાવ એવો રાખો કે ગંગાપાન કરીએ છીએ,ગમે ત્યાં સૂવો,માનસિકતા વનની હોવી જોઇએ.આનંદની પરિભાષા કરીને શિવરંજનીનાં સૂર પર બીજ પંક્તિઓને પકડીને રામ જન્મનાં વિવિધ કારણોનોં સંવાદ કરતા રામ જન્મનીસ્તુતિને ઊંડાણથી સમજાવી,આખી સ્તુતિનાં એક-એક શબ્દની માર્મિક  વ્યાખ્યા પણ કરી.રામ અવધ નરેશ દશરથનાંમહેલમાં માતા કૌશલ્યાની કૂખે માનવરૂપમાંપ્રગટ્યા,બાળક બન્યા ને રૂદન કર્યું ને નંદ પ્રયાગની ભૂમિ પરથી ત્રિભુવનને રામ જન્મનીવધાઇઓઅપાઇ.

વિશેષ વાત

દેશના વીર,ધીર અને ગંભીર પ્રધાનમંત્રીને વિશિષ્ટ પ્રયોગ બદલ એક સાધુનાખુબ-ખુબ અભિનંદન.

આજની કથાનાંઆરંભે જ વાત કરી કે સવારે સમાચાર મળ્યા કે ભારતે સર્વભૂતહિતાય,સર્વભૂતસુખાય અને સર્વભૂતપ્રીતાયઆતંકવાદના નાશ માટે અને એને મદદ કરનાર લોકોની સામે રાત્રે એક અને બે વાગ્યે વચ્ચે એક પ્રયોગ કર્યો,જેમાં બધાનું શુભ છે આ પ્રયોગ માટે આપણા વીર,ધીર અને ગંભીર પ્રધાનમંત્રીને ખૂબ-ખૂબ અભિનંદન આપી રહ્યો છું. સાથે-સાથે આપણા દેશના સંરક્ષણ મંત્રી આદરણીય રાજનાથસિંહ અને સફળ ગૃહમંત્રી અમિતભાઈ શાહ,પૂરી કેબિનેટ અને ખાસ મારા દેશની આર્મીની ત્રણેય પાંખોને પૂરા દેશને એક સાધુના નાતે ખૂબ-ખૂબ અભિનંદન.

આને હુમલો નહીં હું પ્રયોગ કહું છું.કરવા જેવો પ્રયોગ છે,જે દેશ,કાળ અને પાત્રને જોઈને કરવો જોઈએ.આ માટે દેસશવાસીઓને પણ બાપુએ અભિનંદન પાઠવ્યા.

Related posts

વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલની બીજી આવૃત્તિનું માર્ચ 22, 2025 ના રોજ આયોજન

truthofbharat

ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સ (AGFTC) અને ઈન્કમ ટેક્સ બાર એસોસિએશન (ITBA) દ્વારા ટુ ડે ટેક્સ કૉન્ક્લેવ 2025 નું સફળ આયોજન

truthofbharat

એક જ બ્રહ્મનાં પાંચ તત્ત્વ સ્વરૂપ અન્ન, મન, પ્રાણ, વિજ્ઞાન અને આનંદ છે – શ્રી મોરારિબાપુ

truthofbharat

Leave a Comment