Truth of Bharat https://truthofbharat.com/ Truth of Bharat Thu, 17 Oct 2024 15:34:54 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.7.1 https://truthofbharat.com/wp-content/uploads/2024/10/cropped-truth-32x32.png Truth of Bharat https://truthofbharat.com/ 32 32 અમેરિકાની કંપનીમાં પાંચ લાખ ડોલરનું રોકાણ કરાવી વેપારી સાથે છેતરપિંડી આચરી https://truthofbharat.com/3-10-%e0%aa%95%e0%aa%b0%e0%ab%8b%e0%aa%a1%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%b0%e0%ab%8b%e0%aa%95%e0%aa%be%e0%aa%a3-%e0%aa%95%e0%aa%b0%e0%aa%be%e0%aa%b5%e0%ab%8d%e0%aa%af%e0%ab%81%e0%aa%82-%e0%aa%85/ https://truthofbharat.com/3-10-%e0%aa%95%e0%aa%b0%e0%ab%8b%e0%aa%a1%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%b0%e0%ab%8b%e0%aa%95%e0%aa%be%e0%aa%a3-%e0%aa%95%e0%aa%b0%e0%aa%be%e0%aa%b5%e0%ab%8d%e0%aa%af%e0%ab%81%e0%aa%82-%e0%aa%85/#respond Thu, 17 Oct 2024 15:34:51 +0000 https://truthofbharat.com/?p=292 અમદાવાદઅમેરીકામાં વિઝા લેવાનું રાણીપના વેપારીને મોઘું પડ્યાનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વેપારીને ઠગ ટોળકીએ અમેરિકા સ્થિત કંપનીમા પાંચ લાખ ડોલર એટલે કે 3. 10 કરોડનું રોકાણ કરશો તો તેમને અને પરિવારને વિઝા મળશે તેવી વાત કરી છેતરપિંડી આચરી હતી. આ અંગે ક્રાઇમ બ્રાંચના આર્થિક ગુના નીવાર શાખામાં બે શખસો...

The post અમેરિકાની કંપનીમાં પાંચ લાખ ડોલરનું રોકાણ કરાવી વેપારી સાથે છેતરપિંડી આચરી appeared first on Truth of Bharat.

]]>
અમદાવાદ
અમેરીકામાં વિઝા લેવાનું રાણીપના વેપારીને મોઘું પડ્યાનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વેપારીને ઠગ ટોળકીએ અમેરિકા સ્થિત કંપનીમા પાંચ લાખ ડોલર એટલે કે 3. 10 કરોડનું રોકાણ કરશો તો તેમને અને પરિવારને વિઝા મળશે તેવી વાત કરી છેતરપિંડી આચરી હતી. આ અંગે ક્રાઇમ બ્રાંચના આર્થિક ગુના નીવાર શાખામાં બે શખસો સામે ફરિયાદ નોધાવી હતી.

શહેરના રાણીપ વિસ્તારમાં આવેલી દેવમંદિર સોસાયટીમાં યોગેશ પટેલ પરિવરા સાથે રહે છે અને નિર્ણયનગર ખાતે દુકાન ધરાવી સિમેન્ટનો વેપાર કરે છે. વર્ષ 2014માં મિત્ર અરવિંદ પટેલ (રહે. રાણીપ)ની રાણીપ ઓફિસ પર યોગેશભાઇ ગયા હતા. જ્યા તેમના મિત્ર વિક્રમ રમેશ વાઘેલા (રહે. ભાગ્યોદય સોસા. રાણીપ) અને મોહીત શાહ (રહે. થલતેજ ) હાજર હતા. યુએસએ ખાતે આવેલી મીપ્ટેગ કોર્પોરેશન નામની કંપનીમાં મોહીત શાહ ચીફ ફાઇનાન્સીયલ ઓફિસર છે અને આ કંપનીમાં પાચ લાખ યુએસએ ડોલરનું રોકાણ કરો તો પરિવરા સાથે ઇબી-5 ઇમીગ્રેશન વિઝા કરાવી આપે છે. વિઝા બાદ પાંચ લાખ યુએસએ ડોલર સામે સાત લાખ યુએસએ ડોલર પરત આપે છે જેનો લેખીત કરાર પણ કરી આપશે. આમ નક્કી થયા મુજબ યોગેશભાઇની પત્ની અને પુત્ર ગૌરવના ખાતમાંથી 3.10 કરોડ કરાવ્યા હતા. 2017માં વધુ સાત લાખ ડોલર પરત આપશે તેવા કરાર કરી આપ્યા હતા. બાદમાં પરિવારે પોતાના વિઝાની કાર્યવાહી હાથ ધરી હતી પરંતુ તેમના ખુટતા ડોક્યુમેન્ટની માંગણી કરવામાં આવી હતી. બંને શખશો વિઝા મળી જશે તેવી વાત કરતા અને ભરોષો અપાવતા હતા. દરમિયાનમાં વર્ષ 2019માં વિઝા રદ થયાનો પત્ર મળ્યો હતો. કંપનીના ડોક્યુમેન્ટ ન આપતા વિઝા રદ થયાનું જાણવા મળ્યું હતું. પૈસા વપરાઇ ગયા છે તમારાથી થાય તે કરી લો તેમ કહેતા યોગેશભાઇએ ક્રાઇમ બ્રાંચના આર્થિક ગુના નિવારણ શાખાનો સંપર્ક કર્યો હતો. આ અંગે ક્રાઇમ બ્રાંચમાં મોહીત રાજીવ શાહ (રહે. લવકુશ એપાર્ટમેન્ટ, થલતેજ) અને વિક્રમ રમેશ વાઘેલા (રહે. ભાગ્યોદય સોસાયટી રાણીપ ગામ) સામે ફરીયાદ નોધાવી હતી. આ અંગે ક્રાઇમ બ્રાંચે વધુ તપાસ હાથ ધરી છે.

The post અમેરિકાની કંપનીમાં પાંચ લાખ ડોલરનું રોકાણ કરાવી વેપારી સાથે છેતરપિંડી આચરી appeared first on Truth of Bharat.

]]>
https://truthofbharat.com/3-10-%e0%aa%95%e0%aa%b0%e0%ab%8b%e0%aa%a1%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%b0%e0%ab%8b%e0%aa%95%e0%aa%be%e0%aa%a3-%e0%aa%95%e0%aa%b0%e0%aa%be%e0%aa%b5%e0%ab%8d%e0%aa%af%e0%ab%81%e0%aa%82-%e0%aa%85/feed/ 0 292
કોલકાતા રેપ-મર્ડર, CBI ચાર્જશીટમાં 11 પુરાવા: આરોપી સંજયના શરીર પર તેનાં નિશાન, DNA-વાળની પુષ્ટિ થઈ; ટ્રેઇની ડોક્ટર્સનો વિરોધ https://truthofbharat.com/%e0%aa%95%e0%ab%8b%e0%aa%b2%e0%aa%95%e0%aa%be%e0%aa%a4%e0%aa%be-%e0%aa%b0%e0%ab%87%e0%aa%aa-%e0%aa%ae%e0%aa%b0%e0%ab%8d%e0%aa%a1%e0%aa%b0-cbi-%e0%aa%9a%e0%aa%be%e0%aa%b0%e0%ab%8d%e0%aa%9c%e0%aa%b6/ https://truthofbharat.com/%e0%aa%95%e0%ab%8b%e0%aa%b2%e0%aa%95%e0%aa%be%e0%aa%a4%e0%aa%be-%e0%aa%b0%e0%ab%87%e0%aa%aa-%e0%aa%ae%e0%aa%b0%e0%ab%8d%e0%aa%a1%e0%aa%b0-cbi-%e0%aa%9a%e0%aa%be%e0%aa%b0%e0%ab%8d%e0%aa%9c%e0%aa%b6/#respond Thu, 10 Oct 2024 17:57:16 +0000 https://truthofbharat.com/2024/10/10/%e0%aa%95%e0%ab%8b%e0%aa%b2%e0%aa%95%e0%aa%be%e0%aa%a4%e0%aa%be-%e0%aa%b0%e0%ab%87%e0%aa%aa-%e0%aa%ae%e0%aa%b0%e0%ab%8d%e0%aa%a1%e0%aa%b0-cbi-%e0%aa%9a%e0%aa%be%e0%aa%b0%e0%ab%8d%e0%aa%9c%e0%aa%b6/ કોલકાતા1 દિવસ પેહલા કૉપી લિંક આરોપી સંજય સિવિક વોલન્ટિયર હતો. પોલીસે 10 ઓગસ્ટે તેની ધરપકડ કરી હતી. તસવીર એ જ દિવસની છે. CBIએ કોલકાતાના ટ્રેઇની ડોક્ટર બળાત્કાર અને હત્યા કેસમાં આરોપી સંજય રોય વિરુદ્ધ 11 પુરાવા એકત્ર કર્યા છે. ચાર્જશીટમાં આ તમામ પુરાવાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને સંજય રોયને...

The post કોલકાતા રેપ-મર્ડર, CBI ચાર્જશીટમાં 11 પુરાવા: આરોપી સંજયના શરીર પર તેનાં નિશાન, DNA-વાળની પુષ્ટિ થઈ; ટ્રેઇની ડોક્ટર્સનો વિરોધ appeared first on Truth of Bharat.

]]>

કોલકાતા1 દિવસ પેહલા

કૉપી લિંકઆરોપી સંજય સિવિક વોલન્ટિયર હતો. પોલીસે 10 ઓગસ્ટે તેની ધરપકડ કરી હતી. તસવીર એ જ દિવસની છે. - Divya Bhaskar

આરોપી સંજય સિવિક વોલન્ટિયર હતો. પોલીસે 10 ઓગસ્ટે તેની ધરપકડ કરી હતી. તસવીર એ જ દિવસની છે.

CBIએ કોલકાતાના ટ્રેઇની ડોક્ટર બળાત્કાર અને હત્યા કેસમાં આરોપી સંજય રોય વિરુદ્ધ 11 પુરાવા એકત્ર કર્યા છે. ચાર્જશીટમાં આ તમામ પુરાવાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને સંજય રોયને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો છે.

સમાચાર એજન્સી PTIએ ચાર્જશીટની નકલને ટાંકીને અહેવાલમાં જણાવ્યું છે કે પીડિતાએ ઘટના દરમિયાન સંજયનો વિરોધ કર્યો હતો. આ ચાર્જશીટમાં પીડિતાને V તરીકે સંબોધવામાં આવી છે. CBIએ જણાવ્યું કે પીડિતાના શરીર પર સંજયના DNA મળી આવ્યા હતા અને નાના વાળ પણ મળ્યા હતા.

કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં 8 ઓગસ્ટની રાત્રે એક તાલીમાર્થી ડોક્ટર પર બળાત્કાર અને તેની હત્યા કરવામાં આવી હતી. 9 ઓગસ્ટે પીડિતાની લાશ મેડિકલ કોલેજમાંથી મળી આવી હતી. પ્રાથમિક તપાસ બાદ સંજય રોયની પોલીસે 10 ઓગસ્ટે ધરપકડ કરી હતી.

આ ઘટનાના વિરોધમાં ટ્રેઇની ડોક્ટરો ભૂખહડતાળ પર છે, જેમાં ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિયેશન (FAIMA) પણ જોડાયું છે. આજે FAIMA દેશભરમાં ભૂખહડતાળ પર છે.

CBIની ચાર્જશીટના 3 મુદ્દા… 1. પીડિતાના શરીર પર સંજયના DNAની પુષ્ટિ થઈ ગઈ છે. નાના વાળ પણ મળ્યા છે. સંજયના જીન્સ પર પીડિતાનું લોહી પણ જોવા મળ્યું હતું. 2. ઘટના દરમિયાન પીડિતાએ સંજયનો વિરોધ કર્યો હતો, જેના કારણે સંજયને ઈજા થઈ હતી. સંજયના શરીર પર પીડિતાના સંઘર્ષનાં નિશાન મળ્યાં હતાં. 3. જે જગ્યાએ આ ઘટના બની હતી ત્યાંના સીસીટીવી ફૂટેજમાં સંજય રોયની હાજરી જોવા મળી છે. આ ઉપરાંત સંજયના કોલ ડિટેઇલ રિપોર્ટ અને મોબાઈલ લોકેશનથી પણ એ ઘટનાસ્થળે હાજર હોવાની પુષ્ટિ થઈ હતી.

આ તસવીર 9મી ઓગસ્ટની છે. જ્યારે ઘટના બાદ પોલીસ અને હોસ્પિટલનો સ્ટાફ ઘટનાસ્થળે હાજર થઈ ગયો હતો.

આ તસવીર 9મી ઓગસ્ટની છે. જ્યારે ઘટના બાદ પોલીસ અને હોસ્પિટલનો સ્ટાફ ઘટનાસ્થળે હાજર થઈ ગયો હતો.

CBIએ પ્રથમ ચાર્જશીટમાં કહ્યું હતું- કોઈ ગેંગરેપ નથી પ્રથમ ચાર્જશીટમાં CBIએ તાલીમાર્થી ડોક્ટર પર સામૂહિક બળાત્કારની શક્યતાને નકારી કાઢી હતી. CBIએ કહ્યું હતું કે સંજય રોયે એકલા હાથે ગુનો કર્યો હતો. લગભગ 100 સાક્ષીનાં નિવેદનો અને 12 પોલીગ્રાફ ટેસ્ટ કર્યા બાદ CBI આ નિષ્કર્ષ પર પહોંચી છે.

પોલીસે સીસીટીવી ફૂટેજ પરથી સંજયની ઓળખ કરી હતી. ફૂટેજમાં તે 9 ઓગસ્ટના રોજ સવારે 4 વાગ્યે સેમિનાર હોલમાં પ્રવેશતો જોવા મળ્યો હતો. આ દરમિયાન તેણે કાનમાં ઈયરફોન પહેર્યા હતા. લગભગ 40 મિનિટ પછી જ્યારે તે હોલમાંથી બહાર આવ્યો ત્યારે તેની પાસે ઈયરફોન નહોતા. પોલીસને ગુનાના સ્થળે બ્લૂટૂથ ઇયરફોન મળ્યો હતો, જે તેના ફોન સાથે જોડાયેલો હતો.

કસ્ટડીમાં મહિલા પર હુમલાની તપાસ CBI કરશે કોલકાતા બળાત્કાર-હત્યાના વિરોધ દરમિયાન અટકાયત કરાયેલી બે મહિલાએ કોલકાતા હાઈકોર્ટમાં અરજી કરી છે. તેણે કહ્યું હતું કે પ્રદર્શન દરમિયાન તેને 8થી 11 સપ્ટેમ્બર સુધી કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન તેનું શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું.

જસ્ટિસ રાજશ્રી ભારદ્વાજે મંગળવારે આ કેસની તપાસ CBIને સોંપી હતી. જસ્ટિસ ભારદ્વાજે કહ્યું- કસ્ટોડિયલ ટોર્ચર ખૂબ જ ગંભીર બાબત છે. નિષ્પક્ષ અને સ્વતંત્ર તપાસ થવી જોઈએ. પોલીસકર્મીઓ પર આરોપ લગાવવામાં આવ્યો છે. આ મામલે સ્થાનિક પોલીસ દ્વારા તપાસ કરાવવી યોગ્ય નથી.

FAIMA આજે દેશભરમાં ભૂખહડતાળ, 50 વરિષ્ઠ ડૉક્ટરોએ રાજીનામાં આપ્યાં

કોલકાતામાં 9 ઓક્ટોબરે એક રેલી દરમિયાન જુનિયર ડોક્ટરોએ તેમની માગણીઓ રજૂ કરી.

કોલકાતામાં 9 ઓક્ટોબરે એક રેલી દરમિયાન જુનિયર ડોક્ટરોએ તેમની માગણીઓ રજૂ કરી.

કોલકાતામાં જુનિયર ડોક્ટરો 5મી ઓક્ટોબરની સાંજથી આમરણાંત ઉપવાસ પર છે. તેઓ આરોગ્ય સચિવ એનએસ નિગમને હટાવવા સહિતની 9 માગણી પર અડગ છે. તેમના સમર્થનમાં ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિયેશન (FAIMA) આજે દેશભરમાં ભૂખહડતાળ પર છે. દિલ્હીના ડોક્ટરો પણ ભૂખહડતાળમાં જોડાયા છે.

8 ઓક્ટોબરના રોજ આરજી કર મેડિકલ કોલેજના 50 વરિષ્ઠ ડોક્ટરોએ આમરણાંત ઉપવાસ કરી રહેલા જુનિયર ડોક્ટરોના સમર્થનમાં રાજીનામાં આપ્યાં હતાં. એક વરિષ્ઠ સભ્યએ કહ્યું, ‘જુનિયર ડોક્ટરો એક કારણસર આમરણાંત ઉપવાસ કરી રહ્યા છે. અમે તેમની સાથે મજબૂતીથી ઊભા છીએ અને આ સંદેશ આપવા માટે રાજીનામું આપ્યું છે.

ડોક્ટરોએ અગાઉ 5 માગણી રજૂ કરી, જેમાંથી સરકારે 3 પૂરી કરી… પછી ભૂખહડતાળ બળાત્કાર-હત્યાની ઘટનાના વિરોધમાં જુનિયર તબીબો 10 ઓગસ્ટથી 21 સપ્ટેમ્બર સુધી 42 દિવસની હડતાળ પર ઊતર્યા હતા. તબીબોએ અગાઉ સરકાર સમક્ષ 5 માગણી મૂકી હતી, જેમાંથી સરકારે 3 માગણી સ્વીકારી હતી. CM મમતાએ અન્ય બે માગણી અને શરતો પર વિચાર કરવાની ખાતરી આપી હતી.

આ પછી ડોક્ટરોએ હડતાળ ખતમ કરી નાખી. તેઓ હોસ્પિટલોમાં કામ પર પાછા ફર્યા હતા. 27 સપ્ટેમ્બરના રોજ સાગર દત્તા હોસ્પિટલમાં 3 ડોક્ટર અને 3 નર્સની મારપીટનો મામલો પ્રકાશમાં આવ્યો હતો, જેના કારણે ડોક્ટરો ગુસ્સે થયા હતા અને 1 ઓક્ટોબરથી ફરી હડતાશ શરૂ કરી હતી.

4 ઓક્ટોબરે જુનિયર ડોક્ટરોએ હડતાળ પાછી ખેંચી

તેમણે કહ્યું કે અમે કામ પર પાછા ફરી રહ્યા છીએ, કારણ કે સરકારી હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં દર્દીઓને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે તેમણે રાજ્ય સરકારને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું. આ પછી તેમણે ઉપવાસ શરૂ કર્યા.

પશ્ચિમ બંગાળમાં બળાત્કાર-હત્યા કેસ સાથે જોડાયેલા આ સમાચાર પણ વાંચો…

બંગાળમાં 10 વર્ષની બાળકીનો રેપ અને હત્યા:પરિવારે કહ્યું- શરીર પર ઘણી ઇજાઓ હતી, ટ્યૂશનથી પરત ફરતી વખતે ગુમ થઈ હતી; પોલીસ પર બેદરકારી દાખવવાના આરોપ

મમતા સરકારે પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણાંના જયનગરમાં 10 વર્ષની બાળકી પર બળાત્કાર-હત્યાના કેસની તપાસ માટે વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરી છે. એક અધિકારીએ જણાવ્યું કે SITનું નેતૃત્વ બરુઈપુરના પોલીસ અધીક્ષક પલાશ ચંદ્ર ઢાલી કરશે. જયનગરના કૃપાખાલી વિસ્તારના કુલતલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 5 ઓક્ટોબરના રોજ બાળકીની લાશ મળી આવી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો…

The post કોલકાતા રેપ-મર્ડર, CBI ચાર્જશીટમાં 11 પુરાવા: આરોપી સંજયના શરીર પર તેનાં નિશાન, DNA-વાળની પુષ્ટિ થઈ; ટ્રેઇની ડોક્ટર્સનો વિરોધ appeared first on Truth of Bharat.

]]>
https://truthofbharat.com/%e0%aa%95%e0%ab%8b%e0%aa%b2%e0%aa%95%e0%aa%be%e0%aa%a4%e0%aa%be-%e0%aa%b0%e0%ab%87%e0%aa%aa-%e0%aa%ae%e0%aa%b0%e0%ab%8d%e0%aa%a1%e0%aa%b0-cbi-%e0%aa%9a%e0%aa%be%e0%aa%b0%e0%ab%8d%e0%aa%9c%e0%aa%b6/feed/ 0 268
રાહુલે કહ્યું- હરિયાણાનાં પરિણામો ખૂબ જ અણધાર્યાં: શિવસેનાએ કહ્યું- કોંગ્રેસ જાણે છે કે જીતને હારમાં કેવી રીતે ફેરવવી; TMCએ કહ્યું- હારનું કારણ અભિમાન છે https://truthofbharat.com/%e0%aa%b0%e0%aa%be%e0%aa%b9%e0%ab%81%e0%aa%b2%e0%ab%87-%e0%aa%95%e0%aa%b9%e0%ab%8d%e0%aa%af%e0%ab%81%e0%aa%82-%e0%aa%b9%e0%aa%b0%e0%aa%bf%e0%aa%af%e0%aa%be%e0%aa%a3%e0%aa%be%e0%aa%a8%e0%aa%be/ https://truthofbharat.com/%e0%aa%b0%e0%aa%be%e0%aa%b9%e0%ab%81%e0%aa%b2%e0%ab%87-%e0%aa%95%e0%aa%b9%e0%ab%8d%e0%aa%af%e0%ab%81%e0%aa%82-%e0%aa%b9%e0%aa%b0%e0%aa%bf%e0%aa%af%e0%aa%be%e0%aa%a3%e0%aa%be%e0%aa%a8%e0%aa%be/#respond Thu, 10 Oct 2024 17:57:08 +0000 https://truthofbharat.com/2024/10/10/%e0%aa%b0%e0%aa%be%e0%aa%b9%e0%ab%81%e0%aa%b2%e0%ab%87-%e0%aa%95%e0%aa%b9%e0%ab%8d%e0%aa%af%e0%ab%81%e0%aa%82-%e0%aa%b9%e0%aa%b0%e0%aa%bf%e0%aa%af%e0%aa%be%e0%aa%a3%e0%aa%be%e0%aa%a8%e0%aa%be/ Gujarati NewsNationalAfter Losing The Election, Rahul Gandhi Broke His Silence And Raised Questions On EVMs Again; Said We Will Analyze The Unexpected Results Of Haryana 1 દિવસ પેહલા કૉપી લિંક શિવસેના (UBT)એ તેના મુખપત્ર સામનામાં હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર પર ટીકા કરી છે. લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ...

The post રાહુલે કહ્યું- હરિયાણાનાં પરિણામો ખૂબ જ અણધાર્યાં: શિવસેનાએ કહ્યું- કોંગ્રેસ જાણે છે કે જીતને હારમાં કેવી રીતે ફેરવવી; TMCએ કહ્યું- હારનું કારણ અભિમાન છે appeared first on Truth of Bharat.

]]>

Gujarati NewsNationalAfter Losing The Election, Rahul Gandhi Broke His Silence And Raised Questions On EVMs Again; Said We Will Analyze The Unexpected Results Of Haryana

1 દિવસ પેહલા

કૉપી લિંકશિવસેના (UBT)એ તેના મુખપત્ર સામનામાં હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર પર ટીકા કરી છે. - Divya Bhaskar

શિવસેના (UBT)એ તેના મુખપત્ર સામનામાં હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર પર ટીકા કરી છે.

લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ બુધવારે જમ્મુ-કાશ્મીર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે X પરની પોસ્ટમાં કહ્યું કે હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો અણધાર્યાં છે.

રાહુલે લખ્યું, ‘અમે હરિયાણાના અણધાર્યા પરિણામનું વિશ્લેષણ કરી રહ્યા છીએ. અનેક વિધાનસભા મતવિસ્તારોમાંથી ફરિયાદો આવી રહી છે. અમે આ અંગે ચૂંટણી પંચને જાણ કરીશું. અમે અધિકારો, સામાજિક અને આર્થિક ન્યાય અને સત્ય માટે આ સંઘર્ષ ચાલુ રાખીશું. રાહુલે જમ્મુ-કાશ્મીરમાં I.N.D.I.A ગઠબંધનની જીત પર લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

હરિયાણામાં ભાજપની હાર પર I.N.D.I.A ગઠબંધનના નેતાઓએ કોંગ્રેસની નીતિ પર સવાલ ઉઠાવ્યા છે. શિવસેના (ઉદ્ધવ જૂથ)એ તેના મુખપત્ર સામનાના તંત્રીલેખમાં લખ્યું છે કે કોંગ્રેસ જાણે છે કે જીતને હારમાં કેવી રીતે બદલવી. ટીએમસી નેતા સાકેત ગોખલેએ કોંગ્રેસનું નામ લીધા વિના કહ્યું કે ઘમંડ અને પ્રાદેશિક પક્ષોની અવગણના કરવી એ હારનું કારણ બન્યું.

શિવસેનાએ કહ્યું- કોંગ્રેસે હરિયાણાની હારથી પાઠ ભણવાની જરૂર છે

શિવસેનાએ સામનામાં લખ્યું છે કે, કોંગ્રેસે હરિયાણામાં હારથી પુાઠ ભણવાની જરૂર છે. હરિયાણાની હાર કોંગ્રેસના વધુ પડતા આત્મવિશ્વાસ અને રાજ્યના નેતાઓના ઘમંડનું પરિણામ છે. હુડ્ડાએ બિન-જાટ મતદારોને સાથે લીધા ન હતા, જેના કારણે તેમને પરિણામ ભોગવવા પડ્યા હતા.

શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે જો કોંગ્રેસ મહારાષ્ટ્રમાં એકલા હાથે ચૂંટણી લડવા માંગતી હોય તો પહેલા જણાવે. રાઉતે કહ્યું કે ભાજપે હારેલી બાજી જીતી લીધી. બધા માનતા હતા કે કોંગ્રેસ જીતી રહી છે પરંતુ તે હારી ગઈ. ભાજપ જીત્યું કારણ કે તેનું વ્યવસ્થિત મેનેજમેન્ટ છે.

ઓમર અબ્દુલ્લાએ કહ્યું- કોંગ્રેસે મંથન કરવાની જરૂર છે

નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે કોંગ્રેસે હરિયાણામાં પોતાની હારના કારણો શોધવા માટે મંથન કરવું પડશે. મેં પહેલેથી જ કહ્યું છે કે અમે આ એક્ઝિટ પોલ પર વિશ્વાસ કરીને અમારો સમય બગાડી રહ્યા છીએ. એક્ઝિટ પોલ આટલા ખોટા હશે એવું કોઈએ વિચાર્યું પણ નહીં હોય. 30 60 થયા અને 60 30 થઈ ગયા.

કોંગ્રેસે આ આરોપ લગાવ્યા હતા તમને જણાવી દઈએ કે પરિણામો બાદ કોંગ્રેસે પ્રેસ-કોન્ફરન્સ કરી ચૂંટણીપંચ પર આરોપ લગાવ્યો અને કહ્યું હતું કે આ લોકતંત્રની નહીં, પણ સિસ્ટમની જીત છે. પાર્ટી પરિણામ સ્વીકારતી નથી. કોંગ્રેસના નેતાઓ પવન ખેડા અને જયરામ રમેશે પ્રેસ-કોન્ફરન્સ કરીને આરોપ લગાવ્યો કે હરિયાણાનાં પરિણામો ખૂબ જ અણધાર્યાં છે, અમે આ સ્વીકારી શકીએ નહીં. અનેક જિલ્લામાંથી ગંભીર ફરિયાદો આવી છે.

પવન ખેડાએ કહ્યું હતું કે પરિણામો ચોંકાવનારાં છે અને અમે ગ્રાઉન્ડ લેવલ પર જે જોયું એનાથી તદ્દન વિપરીત છે. અમને અમારા કાર્યકરો તરફથી મતગણતરી સંબંધિત ફરિયાદો મળી રહી છે. અમે ટૂંક સમયમાં ઔપચારિક ફરિયાદ નોંધાવીશું. આ લોકશાહીની નહીં, પણ વ્યવસ્થાની જીત છે. અમે આ સ્વીકારી શકતા નથી.

કોંગ્રેસનો EVM પર સવાલ

રાહુલ ગાંધીના નિવેદન પહેલાં જમ્મુ-કાશ્મીર ચૂંટણી પરિણામ પર કોંગ્રેસનેતા ઉદિત રાજે ઈવીએમ પર સવાલ ઊભા કર્યા છે. ઉદિત રાજે કહ્યું, જમ્મુ-કાશ્મીરમાં ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. જો અનુચ્છેદ 370 અને રામમંદિર બન્ને ફ્લોપ થઈ ગયું તો હવે તેમને મત ક્યાંથી મળી રહ્યા છે? કોંગ્રેસનેતાએ આરોપ લગાવ્યો કે ભાજપ ઈવીએમ દ્વારા અપ્રામાણિક રીતે જીતી રહ્યું છે. ઈવીએમથી ચૂંટણી ન થવી જોઈએ.

જયરામ રમેશે કહ્યું હતું કે અમે એક-બે દિવસમાં ચૂંટણીપંચમાં જઈશું અને ઔપચારિક ફરિયાદ નોંધાવીશું. સ્થાનિક અધિકારીઓ પર દબાણ હતું. એવી ઘણી બેઠકો છે, જ્યાં આપણે હારતા નહિ, પરંતુ ત્યાં આપણે હાર્યા છીએ. પરિણામો ભાવના વિરુદ્ધ જાય છે. જમ્મુ-કાશ્મીરે સ્પષ્ટ આદેશ આપ્યો છે. અમે રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા માટે કામ કરીશું. એક કોમન મિનિમમ પ્રોગ્રામ તૈયાર કરવામાં આવશે.

ભાજપને 48 અને કોંગ્રેસને 37 બેઠક મળી હતી… વિધાનસભા ચૂંટણીમાં 48 બેઠક જીતીને ભાજપ સત્તા જાળવી રાખવા અને સતત ત્રીજી વખત સરકાર બનાવવા માટે તૈયાર છે, જ્યારે કોંગ્રેસને 37 બેઠક મળી છે. ઈન્ડિયન નેશનલ લોકદળ (INLD)એ બે બેઠક જીતી હતી, જ્યારે અપક્ષ ઉમેદવારોએ ત્રણ બેઠક જીતી હતી. જનનાયક જનતા પાર્ટી (JJP) અને AAP બંનેને ચૂંટણીમાં કોઈ સફળતા મળી નથી. ભાજપ અને કોંગ્રેસની મત ટકાવારી લગભગ સમાન હતી. ભાજપને 39.94 ટકા વોટ મળ્યા, જ્યારે કોંગ્રેસને 39.09 ટકા વોટ મળ્યા.

રાઘવ ચઢ્ઢાએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર…

હરિયાણામાં એકલા હાથે ચૂંટણી લડનાર આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ સાથે ગઠબંધનની વાતચીત ન થતાં કોંગ્રેસને કેટલું નુકસાન પહોંચાડ્યું હતું એનો અંદાજ રાજ્યની પાંચ વિધાનસભા બેઠકનાં ચૂંટણી પરિણામો જોઈને લગાવી શકાય છે. ઉચાના કલાનમાં કોંગ્રેસ માત્ર 32 મતથી હારી છે. અહીં આમ આદમી પાર્ટીને 2495 વોટ મળ્યા છે. અસંધમાં કોંગ્રેસ 2306 વોટથી હારી છે, અહીં AAPને 4290 વોટ મળ્યા છે. જ્યારે ડબવાલીમાં કોંગ્રેસ 610 મતથી હારી ગઈ હતી. અહીંથી આમ આદમી પાર્ટીના ઉમેદવારને 6606 વોટ મળ્યા છે. એવી જ રીતે દાદરીમાં AAPને 1339 વોટ મળ્યા હતા. અહીં કોંગ્રેસનો 1957 મતથી પરાજય થયો હતો. મહેન્દ્રગઢમાં કોંગ્રેસ 2648 મતથી હારી ગઈ. અહીં તમને 1740 વોટ મળ્યા છે, એટલે કે આમ આદમી પાર્ટીએ રાજ્યની પાંચ બેઠક પર કોંગ્રેસને સીધું નુકસાન પહોંચાડ્યું. જો બંને પક્ષ ગઠબંધન કરીને લડ્યા હોત તો કદાચ આ બેઠકો જીતી શકી હોત. આમાંથી ચાર બેઠક ભાજપે જીતી છે, જ્યારે એક પર INLDનો વિજય થયો છે.

The post રાહુલે કહ્યું- હરિયાણાનાં પરિણામો ખૂબ જ અણધાર્યાં: શિવસેનાએ કહ્યું- કોંગ્રેસ જાણે છે કે જીતને હારમાં કેવી રીતે ફેરવવી; TMCએ કહ્યું- હારનું કારણ અભિમાન છે appeared first on Truth of Bharat.

]]>
https://truthofbharat.com/%e0%aa%b0%e0%aa%be%e0%aa%b9%e0%ab%81%e0%aa%b2%e0%ab%87-%e0%aa%95%e0%aa%b9%e0%ab%8d%e0%aa%af%e0%ab%81%e0%aa%82-%e0%aa%b9%e0%aa%b0%e0%aa%bf%e0%aa%af%e0%aa%be%e0%aa%a3%e0%aa%be%e0%aa%a8%e0%aa%be/feed/ 0 266
લખીમપુરમાં ભાજપના MLAની ધોલાઈ કરી: પોલીસની સામે ખેંચીને લાફાવાળી કરી, લોકોએ ફટકાર્યા; UP સપા સાંસદે કહ્યું- બીજેપીના ધારાસભ્ય સુરક્ષિત નથી તો જનતાનું શું થશે? https://truthofbharat.com/%e0%aa%b2%e0%aa%96%e0%ab%80%e0%aa%ae%e0%aa%aa%e0%ab%81%e0%aa%b0%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%ad%e0%aa%be%e0%aa%9c%e0%aa%aa%e0%aa%a8%e0%aa%be-mla%e0%aa%a8%e0%ab%80-%e0%aa%a7%e0%ab%8b%e0%aa%b2/ https://truthofbharat.com/%e0%aa%b2%e0%aa%96%e0%ab%80%e0%aa%ae%e0%aa%aa%e0%ab%81%e0%aa%b0%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%ad%e0%aa%be%e0%aa%9c%e0%aa%aa%e0%aa%a8%e0%aa%be-mla%e0%aa%a8%e0%ab%80-%e0%aa%a7%e0%ab%8b%e0%aa%b2/#respond Thu, 10 Oct 2024 17:56:47 +0000 https://truthofbharat.com/2024/10/10/%e0%aa%b2%e0%aa%96%e0%ab%80%e0%aa%ae%e0%aa%aa%e0%ab%81%e0%aa%b0%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%ad%e0%aa%be%e0%aa%9c%e0%aa%aa%e0%aa%a8%e0%aa%be-mla%e0%aa%a8%e0%ab%80-%e0%aa%a7%e0%ab%8b%e0%aa%b2/ લખીમપુર-ખીરી1 દિવસ પેહલા કૉપી લિંક ​​​​​લખીમપુરમાં ભાજપ ધારાસભ્ય યોગેશ વર્માને પોલીસની સામે જ દોડાવી- દોડાવીને ધોલાઈ કરવામાં આવી હતી. બાર એસોસિએશનના પ્રમુખ અવધેશ સિંહે પહેલા ભાજપ ધારાસભ્ય પર લાફાવાળી કરી હતી. આ પછી તેમના સમર્થકોએ પણ નેતાજીના પર હુમલો કર્યો હતો. ધારાસભ્યને ખેંચીને પટક્યા હતા. તેમને દોડાવી- દોડાવીને લાતો અને...

The post લખીમપુરમાં ભાજપના MLAની ધોલાઈ કરી: પોલીસની સામે ખેંચીને લાફાવાળી કરી, લોકોએ ફટકાર્યા; UP સપા સાંસદે કહ્યું- બીજેપીના ધારાસભ્ય સુરક્ષિત નથી તો જનતાનું શું થશે? appeared first on Truth of Bharat.

]]>

લખીમપુર-ખીરી1 દિવસ પેહલા

કૉપી લિંક

​​​​​લખીમપુરમાં ભાજપ ધારાસભ્ય યોગેશ વર્માને પોલીસની સામે જ દોડાવી- દોડાવીને ધોલાઈ કરવામાં આવી હતી. બાર એસોસિએશનના પ્રમુખ અવધેશ સિંહે પહેલા ભાજપ ધારાસભ્ય પર લાફાવાળી કરી હતી. આ પછી તેમના સમર્થકોએ પણ નેતાજીના પર હુમલો કર્યો હતો.

ધારાસભ્યને ખેંચીને પટક્યા હતા. તેમને દોડાવી- દોડાવીને લાતો અને મુક્કાથી ફટકાર્યા હતા. 8-10 પોલીસકર્મીઓ તેમને બચાવી રહ્યા હતા. પરંતુ લોકો તેને મારતા રહ્યા. ઘણી જહેમત બાદ સુરક્ષાકર્મીઓએ તેમને કોઈક રીતે બચાવી લીધા હતા.

જુઓ 3 તસવીરો…

ધારાસભ્ય યોગેશ વર્માને થપ્પડ મારતા બાર એસોસિએશનના પ્રમુખ અવધેશ સિંહ.

ધારાસભ્ય યોગેશ વર્માને થપ્પડ મારતા બાર એસોસિએશનના પ્રમુખ અવધેશ સિંહ.

પોલીસની સામે ધારાસભ્યને મારતા અવધેશ સિંહના સમર્થકો.

પોલીસની સામે ધારાસભ્યને મારતા અવધેશ સિંહના સમર્થકો.

મારામારી બાદ લાંબા સમય સુધી હોબાળો ચાલુ રહ્યો હતો.

મારામારી બાદ લાંબા સમય સુધી હોબાળો ચાલુ રહ્યો હતો.

હવે જાણો શું છે આખો વિવાદ સમગ્ર મામલો અર્બન કોઓપરેટિવ બેંકની ચૂંટણીનો છે. આ ચૂંટણીમાં ચેરમેન પુષ્પા સિંહ અને પૂર્વ ચેરમેન મનોજ અગ્રવાલનું ુજુથ મેદાનમાં છે. બુધવારે તેઓ બંને પોતપોતાના પ્રતિનિધિઓ સાથે કોઓપરેટિવ બેંકની ઓફિસે ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા.

સદરના ધારાસભ્ય યોગેશ વર્માનો આરોપ છે કે વકીલોએ મનોજ અગ્રવાલ ગ્રુપના સમર્થિત ઉમેદવાર રાજુ અગ્રવાલનું ફોર્મ ફાડી નાખ્યું હતું. તેમની સાથે મારામારી કરવામાં આવી હતી. આ અંગે ધારાસભ્યને જાણ થતાં તેઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પુષ્પા સિંહના પતિ અવધેશ સિંહ ધારાસભ્યને જોઈને રોષે ભરાયા હતા.

બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ધારાસભ્ય કંઈ સમજે તે પહેલા જ તેમને તમાચા ઝીંકી દીધા હતા. પાછળથી તેમના સમર્થકો દોડી આવ્યા. ધારાસભ્યને ઘેરીને ધોલાઈ કરી હતી.

MLA નીચે પટકાયા, કપડાં ફાડી નાખ્યા વીડિયોમાં ધારાસભ્ય યોગેશ આવતા દેખાય છે, તો સામેથી અવધેશ આવે છે. પહેલા બંને વચ્ચે બોલાચાલી થાય છે. આ દરમિયાન અવધેશ ધારાસભ્ય પર તુટી પડે છે. તેઓ તેમને થપ્પડ મારે છે. ધારાસભ્યના ગનર્સ તેમને રોકવાનો પ્રયાસ કરે છે. ત્યારે અવધેશના સમર્થકો પાછળથી દોડી આવે છે. તેઓએ ધારાસભ્યને નીચે પટકયા અને માર મારવાનું શરૂ કર્યું. માકામાકી દરમિયાન ધારાસભ્યના કપડા ફાટી ગયા હતા.

મારામારીમાં ધારાસભ્યના કપડા ફાટી ગયા હતા.

મારામારીમાં ધારાસભ્યના કપડા ફાટી ગયા હતા.

ધારાસભ્યએ કહ્યું- આનું પરિણામ તેણે ભોગવવું પડશે સદરના ધારાસભ્ય યોગેશ વર્માએ કહ્યું- પહેલા અમારા વેપારી સંગઠનના પ્રમુખ રાજુ અગ્રવાલ સાથે મારામારી કરવામાં આવી. તેમનું ફોર્મ ફાડી નાખ્યું. જ્યારે હું તેમને મળવા આવ્યો હતો. મારા પર પણ હુમલો કર્યો. અવધેશ સિંહે મારા કપડા ફાડી નાખ્યા. અવધેશ વકીલ છે. દલાલી કરે છે. આનું પરિણામ તેણે ભોગવવું પડશે.

સપા સાંસદે કહ્યું- જ્યારે બીજેપી ધારાસભ્ય સુરક્ષિત નથી તો જનતાનું શું થશે? આ મુદ્દે ધૌરહરાથી સપા સાંસદ અરવિંદ ભદૌરિયાએ ભાજપ સરકારને આડે હાથ લીધી હતી. લખ્યું- અર્બન કોઓપરેટિવ બેંકની ચૂંટણીમાં જિલ્લા વહીવટીતંત્ર ગુંડાગીરી કરી રહ્યું છે. જ્યારે સત્તાધારી પક્ષના ધારાસભ્ય જ સુરક્ષિત નથી તો સામાન્ય જનતાનું શું થશે?

અર્બન કોઓપરેટિવ બેંકની ચૂંટણી શું છે? અર્બન કોઓપરેટિવ બેંકની ચૂંટણીમાં બેંકના શેરધારકો પોતાનો મત આપે છે. બેંકના શેરધારકો ડેલીગેટની પસંદગી કરે છે. આ પછી ડેલીગેટ અધ્યક્ષની પસંદગી કરે છે. લખીમપુરમાં સહકારી બેંકમાં 12 હજાર શેરધારકો છે. કોઈપણ શેરધારક ડેલીગેટની ચૂંટણી લડી શકે છે. આ પછી ડેલીગેટ પોતાના ચેરમેનને ચૂંટે છે.

14મીએ મતદાન થશે, તે જ દિવસે પરિણામ આવશે આજે બુધવારથી ફોર્મ ભરવાનું શરૂ થવાનું હતું. 10 ઓક્ટોબરે ફોર્મ પરત ખેંચવાનું છે. 11મીએ અંતિમ યાદી જાહેર કરી ચૂંટણી ચિન્હ આપવામાં આવશે. 14 ઓક્ટોબરે મતદાન થશે. પરિણામ એ જ દિવસે જાહેર કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો-

BJP જિલ્લા પ્રમુખના પુત્રએ આસિસ્ટન્ટ-કમિશનરની ટીમ પર હુમલો કર્યોઃ રામપુરમાં 30 લોકો સાથે ઓફિસમાં ઘૂસી કોન્સ્ટેબલને માર માર્યો, યુનિફોર્મ ફાડી નાખ્યો

રામપુરમાં બીજેપી જિલ્લા અધ્યક્ષના પુત્રએ GST આસિસ્ટન્ટ કમિશનરની ટીમ પર હુમલો કર્યો. 30 લોકો સાથે ઓફિસમાં ઘુસીને મારામારી કરી હતી. પોલીસકર્મીનો યુનિફોર્મ ફાડી નાખ્યો. તેને નીચે પછાડીને માર માર્યો હતો. મારામારીની માહિતી મળતા ભાજપ જિલ્લા પ્રમુખ હંસરાજ પપ્પુ કાર્યાલય પર પહોંચ્યા હતા.

The post લખીમપુરમાં ભાજપના MLAની ધોલાઈ કરી: પોલીસની સામે ખેંચીને લાફાવાળી કરી, લોકોએ ફટકાર્યા; UP સપા સાંસદે કહ્યું- બીજેપીના ધારાસભ્ય સુરક્ષિત નથી તો જનતાનું શું થશે? appeared first on Truth of Bharat.

]]>
https://truthofbharat.com/%e0%aa%b2%e0%aa%96%e0%ab%80%e0%aa%ae%e0%aa%aa%e0%ab%81%e0%aa%b0%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%ad%e0%aa%be%e0%aa%9c%e0%aa%aa%e0%aa%a8%e0%aa%be-mla%e0%aa%a8%e0%ab%80-%e0%aa%a7%e0%ab%8b%e0%aa%b2/feed/ 0 264
બોમ્બની ધમકી છતાં પ્લેન કલાકો સુધી ઊડતું રહ્યું: વિસ્તારા લંડન-દિલ્હી ફ્લાઇટના ટોઇલેટમાં મળ્યો ધમકીભર્યો ટિસ્યૂપેપર; પેસેન્જરે કહ્યું- આખો રસ્તો ડરતાં ડરતાં પસાર કર્યો https://truthofbharat.com/%e0%aa%ac%e0%ab%8b%e0%aa%ae%e0%ab%8d%e0%aa%ac%e0%aa%a8%e0%ab%80-%e0%aa%a7%e0%aa%ae%e0%aa%95%e0%ab%80-%e0%aa%9b%e0%aa%a4%e0%aa%be%e0%aa%82-%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b2%e0%ab%87%e0%aa%a8-%e0%aa%95/ https://truthofbharat.com/%e0%aa%ac%e0%ab%8b%e0%aa%ae%e0%ab%8d%e0%aa%ac%e0%aa%a8%e0%ab%80-%e0%aa%a7%e0%aa%ae%e0%aa%95%e0%ab%80-%e0%aa%9b%e0%aa%a4%e0%aa%be%e0%aa%82-%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b2%e0%ab%87%e0%aa%a8-%e0%aa%95/#respond Thu, 10 Oct 2024 17:56:28 +0000 https://truthofbharat.com/2024/10/10/%e0%aa%ac%e0%ab%8b%e0%aa%ae%e0%ab%8d%e0%aa%ac%e0%aa%a8%e0%ab%80-%e0%aa%a7%e0%aa%ae%e0%aa%95%e0%ab%80-%e0%aa%9b%e0%aa%a4%e0%aa%be%e0%aa%82-%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b2%e0%ab%87%e0%aa%a8-%e0%aa%95/ નવી દિલ્હી1 દિવસ પેહલા કૉપી લિંક લંડનથી દિલ્હી આવી રહેલી વિસ્તારા એરલાઈન્સની ફ્લાઈટ UK 18માં બોમ્બ એલર્ટના સમાચાર મળતાં મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. જોકે આ સમાચાર ખોટા હોવાનું બહાર આવતાં શોધખોળ હાથ ધરવામાં આવી ત્યાં સુધી મુસાફરોમાં ગમગીની છવાઈ ગઈ હતી. મુસાફરે કહ્યું- આખી યાત્રા ડરના માર્યા પસાર થઈ....

The post બોમ્બની ધમકી છતાં પ્લેન કલાકો સુધી ઊડતું રહ્યું: વિસ્તારા લંડન-દિલ્હી ફ્લાઇટના ટોઇલેટમાં મળ્યો ધમકીભર્યો ટિસ્યૂપેપર; પેસેન્જરે કહ્યું- આખો રસ્તો ડરતાં ડરતાં પસાર કર્યો appeared first on Truth of Bharat.

]]>

નવી દિલ્હી1 દિવસ પેહલા

કૉપી લિંક

લંડનથી દિલ્હી આવી રહેલી વિસ્તારા એરલાઈન્સની ફ્લાઈટ UK 18માં બોમ્બ એલર્ટના સમાચાર મળતાં મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. જોકે આ સમાચાર ખોટા હોવાનું બહાર આવતાં શોધખોળ હાથ ધરવામાં આવી ત્યાં સુધી મુસાફરોમાં ગમગીની છવાઈ ગઈ હતી. મુસાફરે કહ્યું- આખી યાત્રા ડરના માર્યા પસાર થઈ.

બુધવારે ફ્લાઈટ દિલ્હી પહોંચે એના 3.30 કલાક પહેલાં બોમ્બની માહિતી મળી હતી. કોઈએ ટિસ્યૂપેપર પર લખીને ટોઈલેટમાં ચોંટાડી દીધું કે ફ્લાઈટમાં બોમ્બ છે. ફ્લાઈટ દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થયા બાદ આખી ફ્લાઈટ અને પેસેન્જર્સની તપાસ કરવામાં આવી હતી.

ક્રૂ-મેમ્બરે ટિસ્યૂ પેપર કાઢ્યા અને પછી દરેક પેસેન્જરના સામાનની તપાસ કરવામાં આવી. જોકે એમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી. આ ફ્લાઈટમાં 300 મુસાફર અને ક્રૂ-મેમ્બર સવાર હતા.

ફ્લાઈટ દિલ્હી એરપોર્ટ પર ઊતર્યા બાદ તમામ મુસાફરોના સામાનની તલાશી લેવામાં આવી હતી.

ફ્લાઈટ દિલ્હી એરપોર્ટ પર ઊતર્યા બાદ તમામ મુસાફરોના સામાનની તલાશી લેવામાં આવી હતી.

ફ્લાઇટ એરપોર્ટ પર ઊતર્યા બાદ લોકોને બહાર જવા દેવામાં આવ્યા નહોતા. લોકો એરસ્ટ્રિપ પર રાહ જોઈ રહ્યા છે.

ફ્લાઇટ એરપોર્ટ પર ઊતર્યા બાદ લોકોને બહાર જવા દેવામાં આવ્યા નહોતા. લોકો એરસ્ટ્રિપ પર રાહ જોઈ રહ્યા છે.

ક્રૂ-મેમ્બરે દરેક પેસેન્જરનો સામાન ચેક કર્યો, પરંતુ કંઈ મળ્યું નહીં

રાજીવ ગૌતમે એક મુસાફર ભાસ્કરને કહ્યું, ‘બોમ્બના સમાચાર પછી આખો રસ્તો ડરીને પસાર થયો. ફ્લાઇટ સવારે 11.20 વાગ્યે સમયસર દિલ્હી પહોંચી હતી, પરંતુ એ એક ખૂણામાં પાર્ક કરવામાં આવી હતી. આ પછી સુરક્ષાકર્મીઓએ આખી ફ્લાઈટને ઘેરી લીધી.’તેમણે કહ્યું, ‘બાદમાં એક પછી એક તમામ મુસાફરોને ઉતારવામાં આવ્યા. પહેલા બિઝનેસ ક્લાસના પેસેન્જરો નીચે ઊતર્યા, પછી પ્રીમિયમ ઈકોનોમી અને છેલ્લે ઈકોનોમી પેસેન્જર્સ. દરેકના હાથનો સામાન ચેક કરવા માટે સ્કેનિંગ વાન બોલાવવામાં આવી હતી. તમામ સામાનની તપાસ કર્યા બાદ મુસાફરોને ડિપાર્ચર ગેટ પાસેના ગેટ નંબર 4 પર બેસાડવામાં આવ્યા હતા. અહીં એરલાઇન દ્વારા તમામ મુસાફરોને નાસ્તો અને પાણી આપવામાં આવ્યું હતું. જ્યાં સુધી આખી તપાસ થઈ ન જાય ત્યાં સુધી કોઈ પેસેન્જર કે કનેક્ટિંગ ફ્લાઈટ્સ પરના લોકોને પણ બહાર જવાની મંજૂરી આપવામાં આવી ન હતી.દિલ્હી એરપોર્ટ પર પ્લેન લેન્ડ થયા પછીની તસવીર.

દિલ્હી એરપોર્ટ પર પ્લેન લેન્ડ થયા પછીની તસવીર.

ફ્લાઇટની બહાર કેબિન લગેજનું સ્કેનિંગ

મુસાફરોના કેબિન લગેજને પણ ફ્લાઈટમાંથી હટાવીને ચેક કરવામાં આવ્યા હતા. મુસાફરોને કહેવામાં આવ્યું હતું કે તમામ સામાનની તપાસ કર્યા પછી મુસાફરોને ફ્લાઈટમાં પાછા લઈ જવામાં આવશે અને તેમના સામાનની ઓળખ કરવામાં આવશે. આ પછી તેમને ફરીથી ટર્મિનલની અંદર લઈ જવામાં આવશે.સુરક્ષા ટીમે ક્રૂ-મેમ્બર અને પાઈલટ અને કો-પાઈલટની પણ પૂછપરછ કરી હતી. તેમને પૂછવામાં આવ્યું કે જ્યારે તમને લેન્ડિંગના 3.30 કલાક પહેલાં બોમ્બ હોવાની માહિતી મળી હતી તો પછી તમે આટલો લાંબો પ્રવાસ કરીને દિલ્હી પહોંચવા માટે શા માટે રાહ જોઈ? ફ્લાઇટને નજીકના દેશ અથવા શહેરમાં લેન્ડ કરીને ચેક કરી શકાય છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે ક્રૂ-મેમ્બર-પાઈલટે સ્પષ્ટતા કરી કે જો ફ્લાઈટને રસ્તામાં લેન્ડ કરવામાં આવી હોત તો માહિતી લખનાર વ્યક્તિ તેના પર હાઈજેક કરવા અથવા કોઈપણ પ્રકારની માગણીઓ પૂર્ણ કરવા માટે દબાણ કરી શકે છે, આથી અમે ફ્લાઇટને બીજે ક્યાંક ઉતારવાને બદલે સીધા દિલ્હી પહોંચી ગયા.

3 કલાક સુધી તપાસ અને પૂછપરછ ચાલુ રહી લગભગ 11.20 વાગ્યે ફ્લાઈટ લેન્ડ થયા બાદ તપાસ અને પૂછપરછ ચાલી રહી હતી. તમામ મુસાફરોને બપોરે 2.30 વાગ્યા સુધી ત્યાં જ બેસાડવામાં આવ્યા હતા. કનેક્ટિંગ ફ્લાઇટ્સ પર મુસાફરી કરનારાઓ માટે શું વ્યવસ્થા કરવામાં આવશે એ અંગે કોઈને જાણ કરવામાં આવી ન હતી.

The post બોમ્બની ધમકી છતાં પ્લેન કલાકો સુધી ઊડતું રહ્યું: વિસ્તારા લંડન-દિલ્હી ફ્લાઇટના ટોઇલેટમાં મળ્યો ધમકીભર્યો ટિસ્યૂપેપર; પેસેન્જરે કહ્યું- આખો રસ્તો ડરતાં ડરતાં પસાર કર્યો appeared first on Truth of Bharat.

]]>
https://truthofbharat.com/%e0%aa%ac%e0%ab%8b%e0%aa%ae%e0%ab%8d%e0%aa%ac%e0%aa%a8%e0%ab%80-%e0%aa%a7%e0%aa%ae%e0%aa%95%e0%ab%80-%e0%aa%9b%e0%aa%a4%e0%aa%be%e0%aa%82-%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b2%e0%ab%87%e0%aa%a8-%e0%aa%95/feed/ 0 262
મોદીએ કહ્યું- કોંગ્રેસ હિન્દુઓને જાતિઓમાં વિભાજિત કરે છે: જ્યારે મુસલમાનોની વાત આવે છે ત્યારે તેમના નેતાઓનાં મોઢાં બંધ થઈ જાય છે https://truthofbharat.com/%e0%aa%ae%e0%ab%8b%e0%aa%a6%e0%ab%80%e0%aa%8f-%e0%aa%95%e0%aa%b9%e0%ab%8d%e0%aa%af%e0%ab%81%e0%aa%82-%e0%aa%95%e0%ab%8b%e0%aa%82%e0%aa%97%e0%ab%8d%e0%aa%b0%e0%ab%87%e0%aa%b8-%e0%aa%b9%e0%aa%bf/ https://truthofbharat.com/%e0%aa%ae%e0%ab%8b%e0%aa%a6%e0%ab%80%e0%aa%8f-%e0%aa%95%e0%aa%b9%e0%ab%8d%e0%aa%af%e0%ab%81%e0%aa%82-%e0%aa%95%e0%ab%8b%e0%aa%82%e0%aa%97%e0%ab%8d%e0%aa%b0%e0%ab%87%e0%aa%b8-%e0%aa%b9%e0%aa%bf/#respond Thu, 10 Oct 2024 17:56:21 +0000 https://truthofbharat.com/2024/10/10/%e0%aa%ae%e0%ab%8b%e0%aa%a6%e0%ab%80%e0%aa%8f-%e0%aa%95%e0%aa%b9%e0%ab%8d%e0%aa%af%e0%ab%81%e0%aa%82-%e0%aa%95%e0%ab%8b%e0%aa%82%e0%aa%97%e0%ab%8d%e0%aa%b0%e0%ab%87%e0%aa%b8-%e0%aa%b9%e0%aa%bf/ નવી દિલ્હી1 દિવસ પેહલા કૉપી લિંક PM મોદીએ કહ્યું, કોંગ્રેસ સંપૂર્ણપણે સાંપ્રદાયિક અને જાતિવાદના આધારે ચૂંટણી લડે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે વીડિયો-કોન્ફરન્સિંગ દ્વારા મહારાષ્ટ્રમાં રૂ. 7600 કરોડની વિવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. આ અવસરે PMએ કહ્યું હતું કે કોંગ્રેસ દેશને વિભાજિત કરવાની રાજનીતિ કરે છે. PMએ કહ્યું- આજ...

The post મોદીએ કહ્યું- કોંગ્રેસ હિન્દુઓને જાતિઓમાં વિભાજિત કરે છે: જ્યારે મુસલમાનોની વાત આવે છે ત્યારે તેમના નેતાઓનાં મોઢાં બંધ થઈ જાય છે appeared first on Truth of Bharat.

]]>

નવી દિલ્હી1 દિવસ પેહલા

કૉપી લિંકPM મોદીએ કહ્યું, કોંગ્રેસ સંપૂર્ણપણે સાંપ્રદાયિક અને જાતિવાદના આધારે ચૂંટણી લડે છે. - Divya Bhaskar

PM મોદીએ કહ્યું, કોંગ્રેસ સંપૂર્ણપણે સાંપ્રદાયિક અને જાતિવાદના આધારે ચૂંટણી લડે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે વીડિયો-કોન્ફરન્સિંગ દ્વારા મહારાષ્ટ્રમાં રૂ. 7600 કરોડની વિવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. આ અવસરે PMએ કહ્યું હતું કે કોંગ્રેસ દેશને વિભાજિત કરવાની રાજનીતિ કરે છે.

PMએ કહ્યું- આજ સુધી કોંગ્રેસના એકપણ નેતાએ કહ્યું નથી કે આપણાં મુસ્લિમ ભાઈ-બહેનોમાં કેટલી જાતિઓ હોય છે. જ્યારે મુસ્લિમ જાતિની વાત આવે છે ત્યારે કોંગ્રેસના નેતાઓનાં મોઢાં બંધ થઈ જાય છે, પરંતુ જ્યારે પણ હિન્દુ સમાજની વાત આવે છે ત્યારે કોંગ્રેસ જાતિની ચર્ચા શરૂ કરે છે.

PM મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસ મુસ્લિમોના મનમાં ભયનું વાતાવરણ બનાવી રહી છે. કોંગ્રેસ લોકોમાં ભય પેદા કરે છે. કોંગ્રેસ પોતાની વોટબેંક ખાતર દેશનું સાંપ્રદાયિકીકરણ કરી રહી છે. કોંગ્રેસની ફોર્મ્યુલા સ્પષ્ટ છે કે મુસ્લિમોને ડરાવતા રહો, તેમને ડર બતાવો, તેમને વોટબેંકમાં ફેરવો અને વોટબેંકને મજબૂત કરો.

QuoteImage

કોંગ્રેસની નીતિ હિન્દુઓની એક જાતિને બીજી જાતિ સામે લડાવવાની છે. કોંગ્રેસ જાણે છે કે હિન્દુઓ જેટલા વધુ વિભાજિત થશે તેટલો ફાયદો થશે. કોંગ્રેસ કોઈપણ રીતે હિન્દુ સમાજને આગમાં રાખવા માંગે છે, જેથી તે તેના પર રાજકીય રોટલા શેકતી રહે. ભારતમાં જ્યાં પણ ચૂંટણી થાય છે ત્યાં કોંગ્રેસ આ જ ફોર્મ્યુલા લાગુ કરે છે.

QuoteImage

કોંગ્રેસે કહ્યું- વિપક્ષ પર પ્રહાર કરવા માટે શા માટે સરકારી પ્લેટફોર્મનો ઉપયોગ?

કોંગ્રેસના નેતા પવન ખેડા Xપર પોસ્ટ કરી- પીએમ મોદીએ રાજકીય ભાષણ આપવા અને વિપક્ષ પર પ્રહાર કરવા માટે સરકારી કાર્યક્રમના પ્લેટફોર્મનો ઉપયોગ ન કરવો જોઈએ. કરદાતાનાં નાણાંનો ઉપયોગ વૈભવી વસ્તુઓ માટે ન કરવો જોઈએ. તેઓ રાજકીય ભાષણ માટે ભાજપના પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકે છે.

કોંગ્રેસની ફોર્મ્યુલા- હંમેશાં ભાગલા પાડો અને સત્તા મેળવો મોદીએ કહ્યું- કોંગ્રેસ સંપૂર્ણપણે સાંપ્રદાયિક અને જાતિવાદના આધારે ચૂંટણી લડે છે. કોંગ્રેસની રાજનીતિનો આધાર હિન્દુ સમાજને વિભાજિત કરીને પોતાની જીતની ફોર્મ્યુલા બનાવવાનો છે. કોંગ્રેસ ભારતની ‘સર્વજન હિતાય-સર્વજન સુખાય’ની પરંપરાનું દમન કરી રહી છે, તે સનાતન પરંપરાને કચડી રહી છે.

કોંગ્રેસ હંમેશાં ભાગલા પાડો અને સત્તા મેળવોની ફોર્મ્યુલાને અનુસરે છે. કોંગ્રેસે વારંવાર સાબિત કર્યું છે કે તે એક બેજવાબદાર પાર્ટી છે. તે હજુ પણ દેશના ભાગલા પાડવા માટે નવા પ્લાન ઘડી રહી છે. કોંગ્રેસ સમાજમાં ભાગલા પાડવાની ફોર્મ્યુલા લાવતી રહે છે.

મહારાષ્ટ્રમાં વિકાસને વેગ મળ્યો તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં વિકાસને વેગ મળ્યો, અમે મરાઠી ભાષાને નવી ઓળખ આપી. આજે મહારાષ્ટ્રમાં 10 મેડિકલ કોલેજ છે. નાગપુર એરપોર્ટના આધુનિકીકરણ અને વિસ્તરણ અને શિરડી એરપોર્ટ માટે ટર્મિનલ બિલ્ડિંગના નિર્માણનું કામ, આ બે મહત્ત્વપૂર્ણ માળખાકીય સુવિધાઓ સંબંધિત પ્રોજેક્ટનો પણ આજે શિલાન્યાસ કરવામાં આવ્યો છે.

તેમણે કહ્યું હતું કે હું આ તમામ વિકાસકાર્યો માટે મહારાષ્ટ્રની જનતાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મહારાષ્ટ્રના ઈતિહાસમાં અલગ-અલગ વિસ્તારોમાં આટલી ઝડપી ગતિએ અને આટલા મોટા પાયા પર ક્યારેય વિકાસ થયો નથી. હા, એ અલગ વાત છે કે કોંગ્રેસના શાસનમાં વિવિધ ક્ષેત્રોમાં આટલી ઝડપે અને આટલા પ્રમાણમાં ભ્રષ્ટાચાર જરૂર થતો હતો.

કરોડો મરાઠી લોકોનું દાયકાઓ જૂનું સપનું પૂરું થયું તેમણે આગળ કહ્યું હતું કે થોડા દિવસો પહેલાં જ અમે મરાઠી ભાષાને ઉચ્ચ ભાષાનો દરજ્જો આપ્યો હતો. જ્યારે કોઈ ભાષાને ગૌરવ મળે છે ત્યારે માત્ર શબ્દો જ નહીં, પરંતુ આખી પેઢીને નવા શબ્દો મળે છે. કરોડો મરાઠી લોકોનું દાયકાઓ જૂનું સપનું પૂરું થયું છે.

તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્રના લોકોએ દરેક જગ્યાએ આની ઉજવણી કરી. આજે મહારાષ્ટ્રના દરેક ગામમાંથી મને ખુશીના સંદેશાઓ પણ મોકલવામાં આવી રહ્યા છે. મહારાષ્ટ્રના લોકો મરાઠીને ઉચ્ચ ભાષાનો દરજ્જો આપવા બદલ તેમના સંદેશામાં મારો આભાર માની રહ્યા છે, પરંતુ હું કહેવા માગું છું કે આ કામ મારાથી નહીં, પરંતુ તમારા બધાના આશીર્વાદથી થયું છે.

હરિયાણાના યુવાનોને ઉજ્જવળ ભવિષ્ય માટે ભાજપ પર વિશ્વાસ PMએ કહ્યું હુતં કે ગઈકાલે જ હરિયાણા અને જમ્મુ-કાશ્મીરનાં ચૂંટણી પરિણામો આવ્યાં છે. હરિયાણાએ બતાવી દીધું કે દેશનો મૂડ શું છે. બે ટર્મ પૂર્ણ કર્યા બાદ સતત ત્રીજી વખત ચૂંટાઈ આવવું એ ઐતિહાસિક છે.

કોંગ્રેસનું આખું ઈકોસિસ્ટમ, અર્બન નક્સલીઓની આખી ટોળકી જનતાને ગેરમાર્ગે દોરવામાં વ્યસ્ત હતી, પરંતુ કોંગ્રેસનાં તમામ ષડયંત્રો ધ્વસ્ત થઈ ગયાં. તેણે દલિતોમાં જૂઠાણું ફેલાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ દલિત સમાજે તેના ખતરનાક ઈરાદાઓને સમજી ગયા. દલિતો સમજી ગયા કે કોંગ્રેસ તેમની અનામત છીનવીને તેમની વોટબેંકમાં ભાગલા પાડવા માગે છે.

PMએ કહ્યું હતું કે કોંગ્રેસે યુવાનોને નિશાન બનાવ્યા અને તેમને અલગ-અલગ રીતે ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો, પરંતુ હરિયાણાના યુવાનો, અમારી બહેનો અને દીકરીઓ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે માત્ર ભાજપ પર વિશ્વાસ કરી રહી છે.

તેમણે જણાવ્યું હતું કે આજે હરિયાણાના દલિત વર્ગે ભાજપને રેકોર્ડ સમર્થન આપ્યું છે. હરિયાણાના OBC તેનાં વિકાસકાર્યોને જોઈને ભાજપની સાથે છે. કોંગ્રેસે ખેડૂતોને ઉશ્કેર્યા, પરંતુ ખેડૂતો જાણે છે કે તેમને પાક પર MSP કોણે આપી. હરિયાણાના ખેડૂતો ભાજપની ખેડૂત કલ્યાણ યોજનાઓથી ખુશ છે.

અમારી સરકારમાં વિકાસની સાથે સાથે વારસો પણ છે કોંગ્રેસને ન તો વિકાસની ચિંતા હતી કે ન તો વારસાની. અમારી સરકારમાં વિકાસની સાથે સાથે વારસો પણ છે. અમે અમારા સમૃદ્ધ ભૂતકાળમાંથી પ્રેરણા લઈને ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી રહ્યા છીએ.

વિશ્વ ત્યારે જ દેશ પર વિશ્વાસ કરે છે, જ્યારે તેના યુવાનો આત્મવિશ્વાસથી ભરેલા હોય. આજે યુવા ભારતનો આત્મવિશ્વાસ એ ભારતના ભવિષ્યની નવી કહાની છે. વિશ્વના મોટા દેશો આજે ભારતને માનવ સંસાધનના મુખ્ય કેન્દ્ર તરીકે જોઈ રહ્યા છે.

PM મોદી સાથે જોડાયેલા અન્ય સમાચાર પણ વાંચો…

મોદીએ કહ્યું- કોંગ્રેસનું રહસ્ય ખુલ્લું છે, તેમનું બોક્સ ગોળ છેઃ તેઓ ફેલાવી રહ્યા છે જાતિનું ઝેર, હરિયાણાએ બેફામ કહ્યું- રાષ્ટ્રવિરોધી રાજનીતિ નહીં ચાલે.

હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીનાં પરિણામો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સાંજે દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર ખાતે પાર્ટી કાર્યકર્તાઓને સંબોધન કર્યુ હતું. પોતાના 35 મિનિટના ભાષણમાં તેમણે નવરાત્રિ, કલમ 370, ડબલ એન્જિન સરકાર, જનતાની પસંદગી, કોંગ્રેસની રાજનીતિ, રમતગમત અને ખાણીપીણી વિશે વાત કરી હતી.

The post મોદીએ કહ્યું- કોંગ્રેસ હિન્દુઓને જાતિઓમાં વિભાજિત કરે છે: જ્યારે મુસલમાનોની વાત આવે છે ત્યારે તેમના નેતાઓનાં મોઢાં બંધ થઈ જાય છે appeared first on Truth of Bharat.

]]>
https://truthofbharat.com/%e0%aa%ae%e0%ab%8b%e0%aa%a6%e0%ab%80%e0%aa%8f-%e0%aa%95%e0%aa%b9%e0%ab%8d%e0%aa%af%e0%ab%81%e0%aa%82-%e0%aa%95%e0%ab%8b%e0%aa%82%e0%aa%97%e0%ab%8d%e0%aa%b0%e0%ab%87%e0%aa%b8-%e0%aa%b9%e0%aa%bf/feed/ 0 260
દિલ્હીમાં CM હાઉસ સીલ: આતિશીનો સામાન બહાર કાઢ્યો, PWDએ કહ્યું- કેજરીવાલ પાસેથી ઘરની ચાવી લીધી, અમને જાણ કર્યા વગર રહેવા આવ્યા https://truthofbharat.com/%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b2%e0%ab%8d%e0%aa%b9%e0%ab%80%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-cm-%e0%aa%b9%e0%aa%be%e0%aa%89%e0%aa%b8-%e0%aa%b8%e0%ab%80%e0%aa%b2-%e0%aa%86%e0%aa%a4%e0%aa%bf%e0%aa%b6%e0%ab%80/ https://truthofbharat.com/%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b2%e0%ab%8d%e0%aa%b9%e0%ab%80%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-cm-%e0%aa%b9%e0%aa%be%e0%aa%89%e0%aa%b8-%e0%aa%b8%e0%ab%80%e0%aa%b2-%e0%aa%86%e0%aa%a4%e0%aa%bf%e0%aa%b6%e0%ab%80/#respond Thu, 10 Oct 2024 17:56:11 +0000 https://truthofbharat.com/2024/10/10/%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b2%e0%ab%8d%e0%aa%b9%e0%ab%80%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-cm-%e0%aa%b9%e0%aa%be%e0%aa%89%e0%aa%b8-%e0%aa%b8%e0%ab%80%e0%aa%b2-%e0%aa%86%e0%aa%a4%e0%aa%bf%e0%aa%b6%e0%ab%80/ નવી દિલ્હી1 દિવસ પેહલા કૉપી લિંક દિલ્હીના મુખ્યમંત્રી આતિશીના ફ્લેગ સ્ટાફ રોડ પર આવેલા સીએમ આવાસને સીલ કરી દેવામાં આવ્યું છે. PWDએ તેમના નિવાસસ્થાનમાંથી સામાન હટાવી લીધો છે. વાસ્તવમાં પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 4 ઓક્ટોબરે ઘર ખાલી કર્યું હતું. આતિશી બે દિવસ પહેલા જ તેમાં રહેવા આવી હતી. PWDના અધિકારીઓ...

The post દિલ્હીમાં CM હાઉસ સીલ: આતિશીનો સામાન બહાર કાઢ્યો, PWDએ કહ્યું- કેજરીવાલ પાસેથી ઘરની ચાવી લીધી, અમને જાણ કર્યા વગર રહેવા આવ્યા appeared first on Truth of Bharat.

]]>

નવી દિલ્હી1 દિવસ પેહલા

કૉપી લિંક

દિલ્હીના મુખ્યમંત્રી આતિશીના ફ્લેગ સ્ટાફ રોડ પર આવેલા સીએમ આવાસને સીલ કરી દેવામાં આવ્યું છે. PWDએ તેમના નિવાસસ્થાનમાંથી સામાન હટાવી લીધો છે. વાસ્તવમાં પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 4 ઓક્ટોબરે ઘર ખાલી કર્યું હતું. આતિશી બે દિવસ પહેલા જ તેમાં રહેવા આવી હતી.

PWDના અધિકારીઓ બુધવારે સવારે 11-11:30 વાગ્યે સીએમ આવાસ પર આવ્યા હતા. તેમના કહેવા પ્રમાણે મકાન સોંપવામાં નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હતું. આતિશી પાસે આ ઘરની ચાવી હતી, પરંતુ તેને ઘરની ફાળવણીના સત્તાવાર દસ્તાવેજો આપવામાં આવ્યા ન હતા. અધિકારીઓએ બપોર સુધીમાં ઘરની ચાવીઓ લઈ લીધી હતી.

આ અંગે સીએમ ઓફિસે કહ્યું, ‘ઈતિહાસમાં પહેલીવાર કોઈ મુખ્યમંત્રીને તેમનું ઘર ખાલી કરવાનું કહેવામાં આવ્યું છે. ભાજપના ઈશારે એલજીએ સીએમ આતિશીનો ઘરનો સામાન બળજબરીપૂર્વક બહાર કાઢ્યો હતો. આ સીએમ આવાસ બીજેપીના મોટા નેતાને આપવાની તૈયારી ચાલી રહી છે. ભાજપ 27 વર્ષથી દિલ્હીમાં સરકારથી બહાર છે, હવે તે સીએમ આવાસ કબજે કરવા માગે છે.

કેજરીવાલ માતા-પિતા સાથે નવા બંગલામાં શિફ્ટ થયા

સીએમ હાઉસમાંથી બહાર નીકળતી વખતે અરવિંદ કેજરીવાલ અને પત્ની સુનીતા. કેજરીવાલના માતા-પિતા પણ ત્યાં છે.

સીએમ હાઉસમાંથી બહાર નીકળતી વખતે અરવિંદ કેજરીવાલ અને પત્ની સુનીતા. કેજરીવાલના માતા-પિતા પણ ત્યાં છે.

અરવિંદ કેજરીવાલ 4 ઓક્ટોબરની બપોરે લ્યુટિયન્સ દિલ્હીના ફિરોઝશાહ રોડ પરના બંગલા નંબર 5માં શિફ્ટ થયા હતા. આ બંગલો AAPના પંજાબના રાજ્યસભા સાંસદ અશોક મિત્તલને આપવામાં આવ્યો છે.

કેજરીવાલ તેમની પત્ની સુનીતા કેજરીવાલ, માતા-પિતા અને બંને બાળકો સાથે શિફ્ટ થયા છે. અશોક મિત્તલ અને તેમની પત્નીએ બધાને તેમના ઘરમાં આવકાર્યા. મિત્તલે ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું કે કેજરીવાલ મારા ઘરે મહેમાન બનીને શિફ્ટ થયા છે.

કેજરીવાલે 17 સપ્ટેમ્બરે દિલ્હીના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમણે સીએમ આવાસ અને તમામ સરકારી સુવિધાઓ છોડવાની જાહેરાત કરી હતી. AAPએ કહ્યું હતું કે કેજરીવાલ નવા ઘરની શોધમાં છે. તેઓ એવી જગ્યા શોધી રહ્યા છે જ્યાં રહેવામાં કોઈ વિવાદ ન હોય.

AAP એ આરોપ લગાવ્યો હતો કે રાષ્ટ્રીય પાર્ટીના વડા તરીકે કેજરીવાલને આવાસ આપવા માટે કેન્દ્ર સરકાર પાસે માંગ કરવામાં આવી હતી, પરંતુ સરકાર તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

સીએમ આવાસ છોડીને નવા ઘરમાં શિફ્ટ થતા કેજરીવાલના 7 ફોટા…

સુનિતા કેજરીવાલ સીએમ હાઉસમાંથી બહાર નીકળતી વખતે કર્મચારીઓને મળ્યા.

સુનિતા કેજરીવાલ સીએમ હાઉસમાંથી બહાર નીકળતી વખતે કર્મચારીઓને મળ્યા.

અરવિંદ કેજરીવાલે સીએમ હાઉસના સ્ટાફને ગળે લગાવ્યા.

અરવિંદ કેજરીવાલે સીએમ હાઉસના સ્ટાફને ગળે લગાવ્યા.

સુનિતા કેજરીવાલ સીએમ હાઉસની ચાવીઓ સોંપી રહ્યા છે.

સુનિતા કેજરીવાલ સીએમ હાઉસની ચાવીઓ સોંપી રહ્યા છે.

કેજરીવાલનો સામાન AAP સાંસદ અશોક મિત્તલના બંગલામાં પહોંચાડવામાં આવ્યો હતો.

કેજરીવાલનો સામાન AAP સાંસદ અશોક મિત્તલના બંગલામાં પહોંચાડવામાં આવ્યો હતો.

કેજરીવાલનો સામાન મીની ટ્રકમાં સીએમ આવાસથી તેમના નવા ઘર સુધી પહોંચાડવામાં આવ્યો હતો.

કેજરીવાલનો સામાન મીની ટ્રકમાં સીએમ આવાસથી તેમના નવા ઘર સુધી પહોંચાડવામાં આવ્યો હતો.

અશોક મિત્તલ અને તેમની પત્નીએ કેજરીવાલનું તેમના બંગલામાં સ્વાગત કર્યું હતું.

અશોક મિત્તલ અને તેમની પત્નીએ કેજરીવાલનું તેમના બંગલામાં સ્વાગત કર્યું હતું.

કેજરીવાલ તેમના પરિવાર સાથે પૂજા કર્યા બાદ તેમના નવા નિવાસસ્થાનમાં પ્રવેશ્યા હતા.

કેજરીવાલ તેમના પરિવાર સાથે પૂજા કર્યા બાદ તેમના નવા નિવાસસ્થાનમાં પ્રવેશ્યા હતા.

સીએમ પોતે દિલ્હીમાં બંગલો પસંદ કરે છે, સત્તાવાર નિવાસ નથી દિલ્હીમાં કોઈ સત્તાવાર સીએમ હાઉસ નથી. કેજરીવાલ સીએમ બન્યા તે પહેલા પણ તેઓ અલગ અલગ બંગલામાં રહેતા હતા. 1993માં મદનલાલ ખુરાનાને 33 શામનાથ માર્ગ, પછી સાહિબ સિંહ વર્માને 9 શામનાથ માર્ગ અને શીલા દીક્ષિતને પ્રથમ ટર્મમાં AB-17 મથુરા રોડ અને બીજી ટર્મમાં 3 મોતીલાલ નેહરુ માર્ગ બંગલો ફાળવવામાં આવ્યો હતો.

દિલ્હીમાં મુખ્યમંત્રી પોતાની અનુકૂળતા મુજબ બંગલો પસંદ કરે છે. સીએમ પદ છોડ્યા બાદ તેમણે પોતાના પૈતૃક, ખાનગી કે ભાડાના મકાનમાં રહેવું પડશે. આ માટે અલગથી આવાસ ભથ્થું આપવામાં આવતું નથી. હાઉસિંગ ભથ્થું દર મહિને આપવામાં આવેલી કુલ રકમમાં સામેલ છે.

કેજરીવાલ સીએમ બનતા પહેલા ગાઝિયાબાદમાં રહેતા હતા સીએમ પદ પરથી રાજીનામું આપ્યા બાદ કેજરીવાલ હવે માત્ર આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અને નવી દિલ્હીના ધારાસભ્ય છે. અન્ય રાજ્યોની જેમ દિલ્હી વિધાનસભામાં ધારાસભ્યોને રહેવા માટે બંગલો આપવામાં આવતો નથી. તેમજ પૂર્વ સીએમ તરીકે બંગલો આપવાનો પણ નિયમ નથી.

કેજરીવાલ ડિસેમ્બર 2013માં પહેલીવાર દિલ્હીના મુખ્યમંત્રી બનતા પહેલા ગાઝિયાબાદના કૌશામ્બી વિસ્તારમાં રહેતા હતા. મુખ્યમંત્રી તરીકે તેઓ મધ્ય દિલ્હીમાં તિલક લેનમાં સ્થિત મકાનમાં રહેતા હતા. ફેબ્રુઆરી 2015માં જ્યારે આમ આદમી પાર્ટીને બહુમતી મળી, ત્યારે તે ઉત્તર દિલ્હીના સિવિલ લાઈન્સ વિસ્તારમાં 6, ફ્લેગ સ્ટાફ રોડ સ્થિત આવાસમાં રહેવા ગયા.

The post દિલ્હીમાં CM હાઉસ સીલ: આતિશીનો સામાન બહાર કાઢ્યો, PWDએ કહ્યું- કેજરીવાલ પાસેથી ઘરની ચાવી લીધી, અમને જાણ કર્યા વગર રહેવા આવ્યા appeared first on Truth of Bharat.

]]>
https://truthofbharat.com/%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b2%e0%ab%8d%e0%aa%b9%e0%ab%80%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-cm-%e0%aa%b9%e0%aa%be%e0%aa%89%e0%aa%b8-%e0%aa%b8%e0%ab%80%e0%aa%b2-%e0%aa%86%e0%aa%a4%e0%aa%bf%e0%aa%b6%e0%ab%80/feed/ 0 258
કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં નિર્ણય: લોથલમાં નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સના વિકાસને કેન્દ્રની મંજૂરી https://truthofbharat.com/%e0%aa%95%e0%ab%87%e0%aa%a8%e0%ab%8d%e0%aa%a6%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80%e0%aa%af-%e0%aa%ae%e0%aa%82%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80%e0%aa%ae%e0%aa%82%e0%aa%a1%e0%aa%b3%e0%aa%a8%e0%ab%80-%e0%aa%ac/ https://truthofbharat.com/%e0%aa%95%e0%ab%87%e0%aa%a8%e0%ab%8d%e0%aa%a6%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80%e0%aa%af-%e0%aa%ae%e0%aa%82%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80%e0%aa%ae%e0%aa%82%e0%aa%a1%e0%aa%b3%e0%aa%a8%e0%ab%80-%e0%aa%ac/#respond Thu, 10 Oct 2024 17:55:55 +0000 https://truthofbharat.com/2024/10/10/%e0%aa%95%e0%ab%87%e0%aa%a8%e0%ab%8d%e0%aa%a6%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80%e0%aa%af-%e0%aa%ae%e0%aa%82%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80%e0%aa%ae%e0%aa%82%e0%aa%a1%e0%aa%b3%e0%aa%a8%e0%ab%80-%e0%aa%ac/ નવી દિલ્હી16 કલાક પેહલા કૉપી લિંક15 હજાર પ્રત્યક્ષ, 7 હજાર પરોક્ષ મળીને કુલ 22 હજાર રોજગારી સર્જનનું અનુમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં લોથલ ખાતે નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (એનએમએચસી)ના વિકાસને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ બે તબક્કામાં પૂર્ણ થશે. એનએમએચસી પ્રોજેક્ટના વિકાસમાં આશરે 22,000 રોજગારીનું...

The post કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં નિર્ણય: લોથલમાં નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સના વિકાસને કેન્દ્રની મંજૂરી appeared first on Truth of Bharat.

]]>

નવી દિલ્હી16 કલાક પેહલા

કૉપી લિંક15 હજાર પ્રત્યક્ષ, 7 હજાર પરોક્ષ મળીને કુલ 22 હજાર રોજગારી સર્જનનું અનુમાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં લોથલ ખાતે નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (એનએમએચસી)ના વિકાસને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ બે તબક્કામાં પૂર્ણ થશે. એનએમએચસી પ્રોજેક્ટના વિકાસમાં આશરે 22,000 રોજગારીનું સર્જન થવાની અપેક્ષા છે, જેમાં 15,000 પ્રત્યક્ષ અને 7,000 પરોક્ષ રોજગારીનો સમાવેશ થાય છે.

બે ફેઝમાં કોમ્પ્લેક્સનું કામ હાથ ધરાશે મંત્રીમંડળે સ્વૈચ્છિક સંસાધનો, યોગદાન મારફતે ભંડોળ ઊભું કરીને માસ્ટર પ્લાન અનુસાર પ્રથમ તબક્કા અને બીજા તબક્કા માટે સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી હતી અને ભંડોળ ઊભું કર્યા પછી તેના અમલીકરણને મંજૂરી આપી છે.

ફેઝ 1બી હેઠળ લાઇટહાઉસ મ્યુઝિયમના નિર્માણ માટે ડિરેક્ટોરેટ જનરલ ઓફ લાઇટહાઉસીસ એન્ડ લાઇટશિપ્સ (ડીજીએલએલ) દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવશે. ભવિષ્યના તબક્કાઓના વિકાસ માટે એક અલગ સોસાયટીની સ્થાપના કરવામાં આવશે, જેનું સંચાલન બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રીની અધ્યક્ષતામાં ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા કરવામાં આવશે, જેનું સંચાલન સોસાયટીઝ રજિસ્ટ્રેશન એક્ટ, 1860 હેઠળ કરવામાં આવશે. જેનો ઉદ્દેશ એનએમએસએચસીના અમલીકરણ, વિકાસ, વ્યવસ્થાપન અને સંચાલનનો છે.

લોથલમાં આ આકર્ષણો જોવા મળશે

પ્રથમ તબક્કામાં 6 ગેલેરીઓ સાથે NMHC મ્યુઝિયમ હશે, જેમાં બાહ્ય નૌકાદળની કલાકૃતિઓ લોથલ ટાઉનશિપની પ્રતિકૃતિ મોડલ અને જેટી વાૅક વે સામેલ.પ્રથમ તબક્કામાં એનએમએચસી મ્યુઝિયમ હશે, જેમાં વધુ 8 ગેલેરીઓ હશે, લાઇટ હાઉસ મ્યુઝિયમ હશે, જે વિશ્વનું સૌથી ઊંચું હશે.બાગીચા કોમ્પ્લેક્સ જે આશરે 1500 કાર, ફૂડ હોલ, મેડિકલ સેન્ટર વગેરે માટે કાર પાર્કિંગની સુવિધા સાથે હશે.બીજા તબક્કામાં દરિયાકિનારાનાં રાજ્યોનાં પેવેલિયન, હોસ્પિટાલિટી ઝોન, રિયલ ટાઇમ લોથલ સિટી હશે.આ ઉપરાંત મેરિટાઇમ ઇન્સ્ટિટ્યૂટ અને હોસ્ટેલના મનોરંજન તથા 4 થીમ આધારિત પાર્ક સામેલ હશે.

પ્રથમ ફેઝનું કામ 2025 સુધીમાં પૂર્ણ કરવાની યોજના પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો 60 ટકાથી વધુ શારીરિક પ્રગતિ સાથે અમલીકરણ હેઠળ છે અને 2025 સુધીમાં પૂર્ણ કરવાની યોજના છે. પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો ઇપીસી મોડમાં વિકસાવવામાં આવશે તથા પ્રોજેક્ટનો બીજો તબક્કો જમીન સબલીઝિંગ/પીપીપી મારફતે વિકસાવવામાં આવશે, જેનો ઉદ્દેશ એનએમએમએચસીને વૈશ્વિક કક્ષાના હેરિટેજ મ્યુઝિયમ તરીકે સ્થાપિત કરવાનો છે.

The post કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં નિર્ણય: લોથલમાં નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સના વિકાસને કેન્દ્રની મંજૂરી appeared first on Truth of Bharat.

]]>
https://truthofbharat.com/%e0%aa%95%e0%ab%87%e0%aa%a8%e0%ab%8d%e0%aa%a6%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80%e0%aa%af-%e0%aa%ae%e0%aa%82%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80%e0%aa%ae%e0%aa%82%e0%aa%a1%e0%aa%b3%e0%aa%a8%e0%ab%80-%e0%aa%ac/feed/ 0 254
કોલકાતા રેપ-હત્યા કેસ, ડોક્ટરોની ભૂખ હડતાળનો 5મો દિવસ: સરકાર સાથેની બેઠકમાં કોઈ નિર્ણય નહીં; મુર્શિદાબાદના દુર્ગા પંડાલમાં પૂર્વ પ્રિન્સિપાલને મહિષાસુર બતાવ્યો https://truthofbharat.com/%e0%aa%95%e0%ab%8b%e0%aa%b2%e0%aa%95%e0%aa%be%e0%aa%a4%e0%aa%be-%e0%aa%b0%e0%ab%87%e0%aa%aa-%e0%aa%b9%e0%aa%a4%e0%ab%8d%e0%aa%af%e0%aa%be-%e0%aa%95%e0%ab%87%e0%aa%b8-%e0%aa%a1%e0%ab%8b%e0%aa%95/ https://truthofbharat.com/%e0%aa%95%e0%ab%8b%e0%aa%b2%e0%aa%95%e0%aa%be%e0%aa%a4%e0%aa%be-%e0%aa%b0%e0%ab%87%e0%aa%aa-%e0%aa%b9%e0%aa%a4%e0%ab%8d%e0%aa%af%e0%aa%be-%e0%aa%95%e0%ab%87%e0%aa%b8-%e0%aa%a1%e0%ab%8b%e0%aa%95/#respond Thu, 10 Oct 2024 17:55:47 +0000 https://truthofbharat.com/2024/10/10/%e0%aa%95%e0%ab%8b%e0%aa%b2%e0%aa%95%e0%aa%be%e0%aa%a4%e0%aa%be-%e0%aa%b0%e0%ab%87%e0%aa%aa-%e0%aa%b9%e0%aa%a4%e0%ab%8d%e0%aa%af%e0%aa%be-%e0%aa%95%e0%ab%87%e0%aa%b8-%e0%aa%a1%e0%ab%8b%e0%aa%95/ કોલકાતા11 કલાક પેહલા કૉપી લિંક મુર્શિદાબાદના દુર્ગા પંડાલમાં પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષને મહિષાસુર તરીકે દર્શાવ્યો છે. કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં 8 ઓગસ્ટની રાત્રે એક ટ્રેઈની ડૉક્ટર પર રેપ અને હત્યા કરવામાં આવી હતી. 9 ઓગસ્ટે પીડિતાની લાશ મેડિકલ કોલેજમાંથી મળી આવી હતી. આ ઘટનાના વિરોધમાં 9 ટ્રેઈની ડોક્ટરો ભૂખ...

The post કોલકાતા રેપ-હત્યા કેસ, ડોક્ટરોની ભૂખ હડતાળનો 5મો દિવસ: સરકાર સાથેની બેઠકમાં કોઈ નિર્ણય નહીં; મુર્શિદાબાદના દુર્ગા પંડાલમાં પૂર્વ પ્રિન્સિપાલને મહિષાસુર બતાવ્યો appeared first on Truth of Bharat.

]]>

કોલકાતા11 કલાક પેહલા

કૉપી લિંકમુર્શિદાબાદના દુર્ગા પંડાલમાં પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષને મહિષાસુર તરીકે દર્શાવ્યો છે. - Divya Bhaskar

મુર્શિદાબાદના દુર્ગા પંડાલમાં પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષને મહિષાસુર તરીકે દર્શાવ્યો છે.

કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં 8 ઓગસ્ટની રાત્રે એક ટ્રેઈની ડૉક્ટર પર રેપ અને હત્યા કરવામાં આવી હતી. 9 ઓગસ્ટે પીડિતાની લાશ મેડિકલ કોલેજમાંથી મળી આવી હતી.

આ ઘટનાના વિરોધમાં 9 ટ્રેઈની ડોક્ટરો ભૂખ હડતાળ પર ઉતર્યા છે. ધર્મતલામાં ડોરિના ક્રોસિંગ પર શનિવાર સાંજથી ચાલી રહેલા ઉપવાસને કારણે આરોગ્ય સેવાઓ સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ હતી.

બુધવાર, 9 ઓક્ટોબરના રોજ ડોક્ટરોની એક ટીમે મુખ્ય સચિવ મનોજ પંત સાથે લગભગ 2 કલાક સુધી બેઠક કરી હતી. ડોક્ટરોનો આરોપ છે કે તેમને આશ્વાસન સિવાય કંઈ મળ્યું નથી.

ડોક્ટરે કહ્યું- રાજ્ય સરકારે દુર્ગા પૂજા પછી માંગણીઓ પર વિચાર કરવાનું કહ્યું છે. અમારા સાથી ડોક્ટરો ભૂખ હડતાળ પર છે, અમને આવી કઠોરતાની અપેક્ષા નહોતી.

બીજી તરફ, મુર્શિદાબાદના એક દુર્ગા પંડાલમાં આરજી કરના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષને મહિષાસુર તરીકે દર્શાવવામાં આવ્યા છે.

ડોક્ટરે કહ્યું- અમને અમારી માંગણીની સમય મર્યાદા પણ જણાવવામાં આવી નથી સોલ્ટ લેક ખાતેના આરોગ્ય વિભાગના હેડક્વાર્ટર ખાતે યોજાયેલી બેઠકમાં રાજ્યભરમાંથી મેડિકલ કોલેજોના 20 જેટલા પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. દેવાશિષ હલદરે કહ્યું કે મુખ્ય સચિવ કેમ્પસમાં સુરક્ષા લાગુ કરવા માટે રાજ્ય દ્વારા લેવામાં આવેલા પગલાં વિશે એ જ જૂની વાતો કરવામાં આવી છે. બાકીની માંગણીઓ સંદર્ભે, સરકારે કોઈ લેખિત સૂચના આપવાનો કે તેના માટે સમય મર્યાદા જણાવવાનો પણ ઈન્કાર કર્યો હતો.

100થી વધુ સીનિયર ડોક્ટરોએ રાજીનામું આપ્યું બુધવારની રાત સુધીમાં, મમતા સરકાર અને ડોકટરો વચ્ચેની વાતચીતનો બીજો રાઉન્ડ નિષ્ફળ જતાં આરજી કર હોસ્પિટલના 106 ડોકટરો અને ફેકલ્ટીએ રાજીનામું આપી દીધું છે. દિવસ દરમિયાન, જલપાઈગુડી મેડિકલ કોલેજ અને હોસ્પિટલના 19, સિલિગુડીની ઉત્તર બંગાળ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના 42, કલકત્તા નેશનલ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના 35 અને કોલકાતા મેડિકલ કોલેજ અને હોસ્પિટલના લગભગ 70 ડોક્ટરોએ રાજીનામું આપ્યું છે.

ડોકટરોએ અગાઉ 5 માંગણીઓકરી હતી, જેમાંથી સરકારે 3 પુરી કરી હતી… પછી ભૂખ હડતાળ. રેપ-હત્યાની ઘટનાના વિરોધમાં જુનિયર ડોક્ટરો 10 ઓગસ્ટથી 21 સપ્ટેમ્બર સુધી 42 દિવસની હડતાળ પર ઉતર્યા હતા. ડોક્ટરોએ અગાઉ સરકાર સમક્ષ 5 માંગણીઓ મૂકી હતી. જેમાંથી સરકારે 3 માંગણીઓ સ્વીકારી હતી. સીએમ મમતાએ અન્ય બે માંગણીઓ અને શરતો પર વિચાર કરવાની ખાતરી આપી હતી.

આ પછી ડોક્ટરોએ હડતાળ સમેટી હતી. તેઓ હોસ્પિટલોમાં કામ પર પાછા ફર્યા હતોા. 27 સપ્ટેમ્બરના રોજ, સાગર દત્તા હોસ્પિટલમાં 3 ડોકટરો અને 3 નર્સોની મારપીટનો મામલો પ્રકાશમાં આવ્યો હતો, જેના કારણે ડોકટરો રાષે ભરાયા હતા અને 1 ઓક્ટોબરથી ફરી હડતાલ શરૂ કરી હતી.

4 ઑક્ટોબરે, જુનિયર ડૉક્ટરોએ હડતાળ પાછી ખેંચી હતી, પરંતુ ધરણા ચાલુ રાખ્યા હતા. તેમણે કહ્યું કે અમે કામ પર પાછા ફરી રહ્યા છીએ કારણ કે સરકારી હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે, તેમણે રાજ્ય સરકારને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું. આ પછી તેણે ઉપવાસ શરૂ કર્યા હતા.

The post કોલકાતા રેપ-હત્યા કેસ, ડોક્ટરોની ભૂખ હડતાળનો 5મો દિવસ: સરકાર સાથેની બેઠકમાં કોઈ નિર્ણય નહીં; મુર્શિદાબાદના દુર્ગા પંડાલમાં પૂર્વ પ્રિન્સિપાલને મહિષાસુર બતાવ્યો appeared first on Truth of Bharat.

]]>
https://truthofbharat.com/%e0%aa%95%e0%ab%8b%e0%aa%b2%e0%aa%95%e0%aa%be%e0%aa%a4%e0%aa%be-%e0%aa%b0%e0%ab%87%e0%aa%aa-%e0%aa%b9%e0%aa%a4%e0%ab%8d%e0%aa%af%e0%aa%be-%e0%aa%95%e0%ab%87%e0%aa%b8-%e0%aa%a1%e0%ab%8b%e0%aa%95/feed/ 0 252
ઓમર અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરના CM બનશે: ધારાસભ્ય દળની બેઠકમાં નિર્ણય, કાલે સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે; 13 કે 14 ઓક્ટોબરે શપથગ્રહણ સમારોહની શક્યતા https://truthofbharat.com/%e0%aa%93%e0%aa%ae%e0%aa%b0-%e0%aa%85%e0%aa%ac%e0%ab%8d%e0%aa%a6%e0%ab%81%e0%aa%b2%e0%ab%8d%e0%aa%b2%e0%aa%be-%e0%aa%9c%e0%aa%ae%e0%ab%8d%e0%aa%ae%e0%ab%81-%e0%aa%95%e0%aa%be%e0%aa%b6%e0%ab%8d/ https://truthofbharat.com/%e0%aa%93%e0%aa%ae%e0%aa%b0-%e0%aa%85%e0%aa%ac%e0%ab%8d%e0%aa%a6%e0%ab%81%e0%aa%b2%e0%ab%8d%e0%aa%b2%e0%aa%be-%e0%aa%9c%e0%aa%ae%e0%ab%8d%e0%aa%ae%e0%ab%81-%e0%aa%95%e0%aa%be%e0%aa%b6%e0%ab%8d/#respond Thu, 10 Oct 2024 17:55:37 +0000 https://truthofbharat.com/2024/10/10/%e0%aa%93%e0%aa%ae%e0%aa%b0-%e0%aa%85%e0%aa%ac%e0%ab%8d%e0%aa%a6%e0%ab%81%e0%aa%b2%e0%ab%8d%e0%aa%b2%e0%aa%be-%e0%aa%9c%e0%aa%ae%e0%ab%8d%e0%aa%ae%e0%ab%81-%e0%aa%95%e0%aa%be%e0%aa%b6%e0%ab%8d/ શ્રીનગર8 કલાક પેહલા કૉપી લિંક આ વખતે નેશનલ કોન્ફરન્સે 56 સીટો પર ચૂંટણી લડી હતી. પાર્ટીના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ ગાંદરબલ અને બડગામની બે બેઠકો પરથી ચૂંટણી લડી હતી અને બંને બેઠકો જીતી છે. જમ્મુ અને કાશ્મીરમાં નવી સરકાર બનાવવા માટે ગુરુવારે (10 ઓક્ટોબર) ધારાસભ્ય દળની બેઠક મળી હતી. બેઠકમાં નેશનલ...

The post ઓમર અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરના CM બનશે: ધારાસભ્ય દળની બેઠકમાં નિર્ણય, કાલે સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે; 13 કે 14 ઓક્ટોબરે શપથગ્રહણ સમારોહની શક્યતા appeared first on Truth of Bharat.

]]>

શ્રીનગર8 કલાક પેહલા

કૉપી લિંકઆ વખતે નેશનલ કોન્ફરન્સે 56 સીટો પર ચૂંટણી લડી હતી. પાર્ટીના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ ગાંદરબલ અને બડગામની બે બેઠકો પરથી ચૂંટણી લડી હતી અને બંને બેઠકો જીતી છે. - Divya Bhaskar

આ વખતે નેશનલ કોન્ફરન્સે 56 સીટો પર ચૂંટણી લડી હતી. પાર્ટીના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ ગાંદરબલ અને બડગામની બે બેઠકો પરથી ચૂંટણી લડી હતી અને બંને બેઠકો જીતી છે.

જમ્મુ અને કાશ્મીરમાં નવી સરકાર બનાવવા માટે ગુરુવારે (10 ઓક્ટોબર) ધારાસભ્ય દળની બેઠક મળી હતી. બેઠકમાં નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. ઓમર જમ્મુ-કાશ્મીરના નવા CM બનશે.

જમ્મુ-કાશ્મીરમાં ટૂંક સમયમાં નવી સરકાર બનવા જઈ રહી છે. INDIA ગઠબંધનનું 3 સભ્યોનું પ્રતિનિધિમંડળ શુક્રવારે એલજી મનોજ સિન્હાને મળશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. શપથગ્રહણ સમારોહ 13 અથવા 14 ઓક્ટોબરે યોજાય તેવી શક્યતા છે.

ઓમર અબ્દુલ્લા મુખ્યમંત્રી બનશે. જો કે રાજ્ય સરકારમાં કોઈ ડેપ્યુટી સીએમ નહીં હોય. નેશનલ કોન્ફરન્સ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડનાર કોંગ્રેસને ડેપ્યુટી સ્પીકરનું પદ મળી શકે છે.

કોંગ્રેસ તરફથી ડુર્રુ સીટના ધારાસભ્ય જીએ મીર અથવા રાજ્ય અધ્યક્ષ અને સેન્ટ્રલ શાલટેંગના ધારાસભ્ય તારિક હામીદ કર્રાને કેબિનેટ મંત્રીનો દરજ્જો મળી શકે છે.

જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં INDIA ગઠબંધનને 49 બેઠકો મળી હતી. ગઠબંધનમાં સામેલ નેશનલ કોન્ફરન્સને સૌથી વધુ 42, કોંગ્રેસને 6 અને CPI(M)ને એક સીટ મળી હતી. બહુમતીનો આંકડો 46 છે.

ભાજપે 29 સીટો જીતી, PDPને માત્ર 3 સીટો મળી

8 ઓક્ટોબરે જાહેર કરાયેલ જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપે 29 બેઠકો જીતી હતી. ગઈ ચૂંટણીની સરખામણીમાં પાર્ટીને 4 બેઠકોનો ફાયદો થયો છે. જો કે, જમ્મુ અને કાશ્મીર બીજેપી અધ્યક્ષ રવિન્દર રૈના નૌશેરા સીટ પરથી NC ઉમેદવાર સામે લગભગ 8 હજાર મતોથી હારી ગયા હતા. તેમણે પોતાનું રાજીનામું પાર્ટી હાઈકમાન્ડને મોકલી આપ્યું છે.

પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીની પાર્ટી PDPને 3 બેઠકો મળી છે. ગઈ ચૂંટણીમાં પાર્ટીને 28 બેઠકો મળી હતી. મહેબૂબાની પુત્રી ઇલ્તિજા મુફ્તી, જે પહેલીવાર ચૂંટણી લડી રહી હતી, તે શ્રીગુફવારા બિજબેહરા બેઠક પરથી 9 હજારથી વધુ મતોથી હારી ગઈ હતી.

જમ્મુ-કાશ્મીરમાં આમ આદમી પાર્ટીએ પહેલીવાર જીત નોંધાવી છે. ડોડા બેઠક પરથી મેહરાજ મલિકે ભાજપના ગજયસિંહ રાણાને 4500થી વધુ મતોથી હરાવ્યા હતા. જ્યારે પીપલ્સ કોન્ફરન્સે એક સીટ જીતી હતી. 7 સીટ પર અપક્ષનો વિજય થયો હતો. સંસદ હુમલાના આરોપી અફઝલ ગુરુના ભાઈ એજાઝ ગુરુને સોપોર બેઠક પરથી 129 મત મળ્યા હતા.

જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પરિણામોનું એનાલિસિસ…

નેશનલ કોન્ફરન્સ-કોંગ્રેસઃ ભાજપ સામેનો ગુસ્સો વોટમાં ફેરવાયો

નેશનલ કોન્ફરન્સે 42 સીટો જીતી છે. જેમાં કાશ્મીર વિસ્તારમાંથી 35થી વધુ બેઠકો મળી છે. નેશનલ કોન્ફરન્સે આ વખતે 56 સીટો પર ચૂંટણી લડી હતી. પાર્ટીના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ ગાંદરબલ અને બડગામની બે બેઠકો પરથી ચૂંટણી લડી હતી અને બંને બેઠકો જીતી હતી. સીટ શેરિંગ મુજબ કોંગ્રેસને 32 સીટો મળી હતી.

નેશનલ કોન્ફરન્સ સૌથી મોટી પાર્ટી બનવા પર રાજકીય નિષ્ણાત અઝહર હુસૈન કહે છે, ‘પાર્ટી નેતૃત્વએ કલમ 370 નાબૂદ કરવા સામે મજબૂત અવાજ ઉઠાવ્યો હતો. એ ભાવના લોકોમાં જાળવી રાખી. જેના કારણે લોકોમાં ભાજપ સામેનો રોષ નેશનલ કોન્ફરન્સના મતમાં ફેરવાઈ ગયો.

BJP: જમ્મુમાં દબદબો યથાવત, લગભગ 70% સીટો જીતી

​​​​​​​2014ની ચૂંટણી કરતાં આ વખતે ભાજપને જમ્મુમાં ચાર બેઠકો વધુ મળી છે. 2014માં પાર્ટીએ અહીં 25 સીટો જીતી હતી. જમ્મુમાં ભાજપની મજબૂત પકડ છે. અહીં તેને નુકસાનનો ડર હતો, પરંતુ તે પોતાના મત બચાવવામાં સફળ રહ્યું. જો કે, તેના પ્રદેશ પ્રમુખ રવિન્દ્ર રૈના ચૂંટણી હારી ગયા હતા. હાર બાદ તેમણે પોતાનું રાજીનામું પાર્ટી હાઈકમાન્ડને મોકલી આપ્યું હતું.

જો કે પાર્ટી સીટોની દ્રષ્ટિએ બીજા સ્થાને છે, પરંતુ તેને સૌથી વધુ 25.64% વોટ મળ્યા છે. આ નેશનલ કોન્ફરન્સ કરતાં લગભગ 2% વધુ છે.

જો કે આ વખતે પણ કાશ્મીરમાં ભાજપ ખાલી હાથે જ રહ્યું. તેણે કાશ્મીરની 19 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા. જેમાં ગુરેઝ સીટ પર પાર્ટી જીતની દાવેદાર હતી. પાર્ટીના ઉમેદવાર ફકીર મોહમ્મદ ખાન અહીં માત્ર 1132 મતથી હારી ગયા. આ પહેલીવાર છે જ્યારે બીજેપીનો ઉમેદવાર બીજા ક્રમે છે.

PDP: મોટા નેતાઓ હારી ગયા, ભાજપ સાથેની મિત્રતાનું નુકસાન

પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તીની પાર્ટી પીડીપી આ વખતે સૌથી વધુ નુકસાનમાં છે. 2014ની સરખામણીમાં તેને 25 સીટોનું નુકસાન થયું છે. મહેબૂબા મુફ્તીની પુત્રી ઇલ્તિજા મુફ્તી બિજબેહરા બેઠક પરથી ચૂંટણી હારી ગઈ હતી. લોકસભા ચૂંટણીમાં મહેબૂબાની હાર બાદ મુફ્તી પરિવાર માટે આ બીજો મોટો ઝટકો છે. નિષ્ણાતો ભાજપ સાથેના જુના ગઠબંધનને પીડીપીની હારનું કારણ માને છે.

The post ઓમર અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરના CM બનશે: ધારાસભ્ય દળની બેઠકમાં નિર્ણય, કાલે સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે; 13 કે 14 ઓક્ટોબરે શપથગ્રહણ સમારોહની શક્યતા appeared first on Truth of Bharat.

]]>
https://truthofbharat.com/%e0%aa%93%e0%aa%ae%e0%aa%b0-%e0%aa%85%e0%aa%ac%e0%ab%8d%e0%aa%a6%e0%ab%81%e0%aa%b2%e0%ab%8d%e0%aa%b2%e0%aa%be-%e0%aa%9c%e0%aa%ae%e0%ab%8d%e0%aa%ae%e0%ab%81-%e0%aa%95%e0%aa%be%e0%aa%b6%e0%ab%8d/feed/ 0 250